Connect Gujarat
સુરત 

સુરત : જીપીસીબી અને પોલીસ સામે ઉદ્યોગકારોનો મોરચો, કેમિકલ વેસ્ટનો વકરતો વિવાદ

સુરતની સચિન જીઆઇડીસીના ઉદ્યોગકારો હવે પોલીસ અને જીપીસીબી સામે લડી લેવાના મિજાજમાં જણાય રહયાં છે.

X

સુરતની સચિન જીઆઇડીસીના ઉદ્યોગકારો હવે પોલીસ અને જીપીસીબી સામે લડી લેવાના મિજાજમાં જણાય રહયાં છે. કેમિકલ વેસ્ટના નિકાલ દરમિયાન 6 શ્રમિકોના મોતની ઘટના બાદ પોલીસ અને જીપીસીબીની કાર્યવાહીનો વિરોધ કરવા મોટી સંખ્યામાં ઉદ્યોગકારો રસ્તા પર ઉતરી આવ્યાં...

સુરતની સચિન જીઆઇડીસીની ખાડીમાં કેમિકલ વેસ્ટનો નિકાલ કરતી વેળા રાસાયણિક પ્રક્રિયા થવાના કારણે ઝેરી ગેસ ઉતપન્ન થયો હતો જેના કારણે છ શ્રમિકોના મોત થયા હતાં જયારે 23ને ગેસની અસર થઇ હતી. કેમિકલ વેસ્ટ કૌભાંડમાં અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સચિન જીઆઇડીસીમાં આવેલી સહજાનંદ યાર્ન, રિયલ કેમ, અને જય બજરંગ કેમિકલના સંચાલકોની પણ પોલીસે ધરપકડ કરી છે. ત્રણ ઉદ્યોગકારોની ધરપકડના વિરોધમાં સચિન જીઆઇડીસીના ઉદ્યોગકારો રસ્તા પર ઉતરી આવ્યાં છે અને તેમણે પોલીસ અને જીપીસીબીની કામગીરી સામે સવાલો ઉઠાવ્યાં છે.

સચિન જીઆઇડીસીના ઉદ્યોગકારોનું કહેવું છે કે, જીપીસીબીના અધિકારીઓ કંપનીના આઉટલેટમાંથી નમુના લઇ રહયાં છે. આ નમુનામાં એસિટીક તત્વોની હાજરી હોવી એ સામાન્ય બાબત છે. જીઆઇડીસીના ઉદ્યોગો તેમના કેમિકલયુકત પાણીને નિકાલ માટે સીઇપીટીમાં મોકલે છે તેથી જીપીસીબીના અધિકારીઓએ સીઇપીટીના આઉટલેટમાંથી નમુના લેવા જોઇએ. ત્રણ ઉદ્યોગકારોની ધરપકડના વિરોધમાં સચિન જીઆઇડીસીમાં 100થી વધારે ઉદ્યોગકારો એકત્ર થયા હતાં અને પોલીસ અને જીપીસીબી વિરૂધ્ધ રોષ ઠાલવ્યો હતો.

Next Story