Connect Gujarat
સુરત 

સુરત : ઉધના વિસ્તારની 3 શાળાના ગેરકાયદેસર પતરાના શેડ ઉતારી લેવાના બદલે મનપાએ સીલ કર્યા...

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ સિંગણપુર રોડ પર 2 દિવસ પહેલા જ આગની દુર્ઘટના સર્જાય હતી,

X

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ સિંગણપુર રોડ પર 2 દિવસ પહેલા જ આગની દુર્ઘટના સર્જાય હતી, ત્યારે બિલ્ડીંગની ઉપર બનાવવામાં આવેલા પતરાના શેડને પાલિકાએ તાત્કાલિક દૂર કરાવ્યા હતા. જોકે, ઉધના વિસ્તારની 3 શાળાના ગેરકાયદેસર પતરાના શેડ ઉતારી લેવાના બદલે સીલ કરવામાં આવ્યા છે.

સુરત શહેરના ઉધના ઝોનના કાશીનગર વિસ્તારમાં સ્ટાર હાઇસ્કુલ તથા રામ કૃષ્ણ હિન્દી વિદ્યાલય આવેલી છે. સ્કૂલના સંચાલકો દ્વારા શાળા ઇમારત પર પતરાના શેડ ઉભા કરી બાંધકામ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રામનગર વિસ્તારની રોયલ ઈંગ્લિશ સ્કૂલના સંચાલકો દ્વારા 2 માળની મિલકતમાં ગેરકાયદેસર પતરાના શેડ બનાવી દેવામાં આવ્યા હતા. જોકે, સિંગણપુરમાં આગની ઘટના બાદ ફરી એકવાર પતરાના સેડ સામે કાર્યવાહીની સુચના અપાય છે, ત્યારે ઉધના વિસ્તારની 3 સ્કૂલના ટેરેસ પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા પતરાના શેડને સીલ કરી દેવામાં છે. કતારગામમાં સેડ તોડતી વેળા વિવાદ ઉભો થયો હતો. જેથી માનપા દ્વારા હાલ તો 3 શાળાના ગેરકાયદેસર પતરાના શેડ ઉતારી લેવાના બદલે સીલ મારવામાં આવ્યા છે.

Next Story