સુરત : અડાજણમાં DGVCL’ની સ્માર્ટ મીટર લગાડવાની કામગીરીનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો...

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં શિવશક્તિ એપાર્ટમેન્ટ ખાતે DGVCL દ્વારા સ્માર્ટ મીટરની કામગીરીનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

New Update
  • શહેર તથા જિલ્લામાં સ્માર્ટ મીટર સામેનો વિરોધ યથાવત

  • DGVCLના કર્મચારીઓ પહોંચ્યા હતા સ્માર્ટ મીટર લગાડવા

  • હની પાર્ક રોડ પર શિવ શક્તિ એપા.ના રહીશો દ્વારા વિરોધ

  • સ્થાનિકો અને DGVCL કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ

  • મીટર અમારા છેતે મીટર અમે બદલી નાખીશું : કર્મચારી

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં શિવશક્તિ એપાર્ટમેન્ટ ખાતે DGVCL દ્વારા સ્માર્ટ મીટરની કામગીરીનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

હાલ સમગ્ર ગુજરાતમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગતસુરત શહેરના અડાજણ વિસ્તારમાં હની પાર્ક રોડ પર આવેલ શિવશક્તિ એપાર્ટમેન્ટ ખાતે DGVCLના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાડવા માટે પહોચ્યા હતાત્યારે સ્થાનિક રહીશોએ વીજ કંપનીના કર્મચારીઓને મીટર લગાવતા અટકાવ્યા હતા. સોસાયટીના રહીશોએ સ્માર્ટ મીટરનો વિરોધ કરી કર્મચારીઓને કામગીરી કરતા રોક્યા હતા. તો બીજી તરફરહીશોના વિરોધ છતાંવીજ કંપનીના કર્મચારીઓ મીટર લગાડવા માટે મક્કમ હતા. એક કર્મચારી સ્થાનિકોને કહ્યું હતું કેમીટર અમારા છેતે મીટર અમે બદલી નાખીશુંજ્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કેસ્માર્ટ મીટર ફરજિયાત નથીઅને મકાન માલિકની પૂર્વ મંજૂરી વિના આવા મીટર લગાવી શકાય નહીં.

Latest Stories