સુરત : ઉધના રેલવે સ્ટેશન પર લાગી પરપ્રાંતીય મુસાફરોની લાંબી કતાર, પોલીસ દ્વારા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત...

દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહાર ચૂંટણીને લઈને સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે પરપ્રાંતિય મુસાફરોનો જનસાગર ઉમટ્યો છે, 

New Update
  • ઉધના રેલવે સ્ટેશન પર લાગી મુસાફરોની લાંબી કતાર

  • દિવાળીછઠ્ઠ પૂજાબિહાર ચૂંટણીને લઈને વતનની વાટ

  • ટ્રેન મારફતે વતન જવા હજારો મુસાફરોની લાંબી કતાર

  • ભીડને કાબૂમાં રાખવા માટે પોલીસ તંત્ર વધુ સજ્જ બન્યું

  • અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ સતર્ક

દિવાળીછઠ્ઠ પૂજા અને બિહાર ચૂંટણીને લઈને સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે પરપ્રાંતિય મુસાફરોનો જનસાગર ઉમટ્યો છેત્યારે અનિચ્છનીય ઘટના ન બને તે માટે લિંબાયત અને ઉધના પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે,

સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર હોવાથી અહીં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વસે છેત્યારે દિવાળીના તહેવારો અને ચૂંટણીના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જવા માટે નીકળતા ઉધના રેલવે સ્ટેશન પર જનસાગર ઉમટ્યો હતો. તો બીજી તરફભીડને કાબૂમાં રાખવા સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે લિંબાયત અને ઉધના પોલીસ દ્વારા સ્ટેશન ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છેજ્યાં ધક્કામુક્કી ન થાય તે માટે પરપ્રાંતિય મુસાફરોને લાઈનબદ્ધ રીતે પ્લેટફોર્મ પર જવા દેવામાં આવી રહ્યા છે. એટલું જ નહીંરેલવે સ્ટેશન પર મુસાફરો મત હોલ્ડિંગ એરિયા પણ તૈયાર કરવામાં આવ્યો છેજ્યાં મુસાફરો માટે પંખા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્પીકરની મદદથી સતત એનાઉન્સમેન્ટ થકી લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. 

Latest Stories