સુરત : માન દરવાજા ટેનામેન્ટનું કરાશે રી-ડેવલપમેન્ટ, 1213 રહીશોને રૂ. 7 હજાર માસિક ભાડું ચૂકવાશે...

સુરત શહેરના માન દરવાજા વિસ્તારમાં આવેલ ટેનામેન્ટના 1213 રહીશોને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાડા પેટે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

New Update
  • માન દરવાજા ટેનામેન્ટનું કરાશે રી-ડેવલપમેન્ટ

  • 1213 રહીશોને ભાડા પેટે ચેકનું વિતરણ કરાયા

  • રહીશોને એક મહિનાનું ભાડું 7 હજાર ચૂકવાશે

  • કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ રહ્યા ખાસ ઉપસ્થિત

  • નવું મકાન 100 વર્ષ સુધી ટકે તેવું બનશે : પાટીલ

સુરત શહેરના માન દરવાજા વિસ્તારમાં આવેલ ટેનામેન્ટના 1213 રહીશોને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાડા પેટે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સુરત શહેરના માન દરવાજા વિસ્તારમાં આવેલ ટેનામેન્ટ જર્જરિત થતા તેને ખાલી કરાવી સ્થાનિકોને અન્ય જગ્યાએ રહેવા સૂચન કરવામા આવ્યું હતું. જોકેહવે રહીશો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં બિલ્ડર અનિલ રુંગટા દ્વારા માન દરવાજા ટેનામેન્ટનું રી-ડેવલપમેન્ટ કરવામાં આવશેત્યારે સરકારમાંથી મંજૂરી મળ્યા બાદ અસરગ્રસ્ત 1213 પરિવારને માસિક 7 હજાર ભાડું મળવા પાત્ર છે. ટેનામેન્ટના રહીશોને એક મહિનાનું ભાડું 7 હજાર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. દર મહિને એક કરોડ રૂપિયા જેટલું 1213 મકાન માલિકને ભાડું ચુકવામાં આવશે. એટલું જ નહીંનવું મકાન 100 વર્ષ સુધી ટકે તેવું બનાવામાં આવશેઅને તેની જાળવણી રાખવા સી.આર.પાટીલએ લોકોને અપીલ કરી હતી. આ પ્રસંગે સાંસદધારાસભ્ય સહિતના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories