/connect-gujarat/media/post_banners/f7aa364aac0e5372daf733483115c48cb7396a3e4c3649246080a383be6fe1b2.jpg)
સુરતના પાંડેસરામાં માસાએ 10 વર્ષીય સગી ભાણેજની છેડતી કરી હતી. એટલું જ નહીં, માસાએ આ વાત કોઈને કરશે તો માતાને મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે માતાએ ફરિયાદ નોંધાવતા પાંડેસરા પોલીસે છેડતી અને પોક્સો કલમ હેઠળ ગુનો નોંધી માસાની ધરપકડ કરી છે.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં 10 વર્ષીય ભાણેજને સગા માસાએ બચકાં ભર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બાળકી તેની માતા સાથે માસીના ઘરે કામ અર્થે આવી હતી, ત્યારે એકલતાનો લાભ ઉઠાવી માસા રાજુ ગાયકવાડે દાનત બગાડી શારીરિક અડપલાં કર્યા હતા. એટલું જ નહીં, માસાએ આ વાત કોઈને કરશે તો માતાને મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, બાળકી એટલી ડરી ગઈ હતી કે, તે કંઈ પણ બોલવા તૈયાર ન હતી. બાળકી પોતાના ઘરે ગયાના અઠવાડિયા બાદ નાનીને ફોન કરીને હકીકત જણાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ઘટનાને લઈ બાળકીના પરિવારજનોએ પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે આરોપી રાજેશ ગાયકવાડની પોક્સો કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.