સુરત : છેલ્લા 3 દિવસથી ચાલતી ટ્રાફિક પોલીસની સ્પેશ્યલ ડ્રાઇવમાં 1500થી વધુ વાહનચાલકો દંડાયા…

સુરત શહેરમાં ટ્રાફિક નિયમનોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. જેમાં છેલ્લા 3 દિવસથી ચાલતી ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન 1500થી વધુ વાહનચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.

New Update

ટ્રાફિક નિયમનોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોની ખેર નહીં

અનેક વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ વિભાગની લાલ આંખ

છેલ્લા 3 દિવસથી ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ

ડ્રાઇવ દરમ્યાન 1500થી વધુ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી

વાહનચાલકોને ટ્રાફિક નિયમનોનું પાલન કરવા પોલીસની અપીલ

સુરત શહેરમાં ટ્રાફિક નિયમનોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. જેમાં છેલ્લા 3 દિવસથી ચાલતી ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન 1500થી વધુ વાહનચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.

સુરત શહેર તથા જિલ્લામાં ટ્રાફિક નિયમનોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોની હવે ખેર નહીં. કારણ કેવધતાં જતાં અકસ્માતોના બનાવોને નિવારવા સુરત પોલીસ કમિશનરની સૂચના બાદ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં રોંગ સાઈડ પર વાહન હંકારવુંઓવર સ્પીડ વાહન દોડાડવુંનો પાર્કિંગમાં વાહન પાર્ક કરનાર વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. છેલ્લા 3 દિવસથી ચાલતી ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન રોંગ સાઈડ જનાર 1500થી વધુ વાહનચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છેજ્યારે નો પાર્કિંગમાં વાહન પાર્કિંગ કરનાર 2 હજારથી વધુ વાહન ચાલકો દંડાયા છે. તો બીજી તરફસ્પીડ ગનના રોજેરોજ આશરે 1,400 જેટલા કેસ સામે આવી રહ્યા છેત્યારે હાલ તો સુરત ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા તમામ વાહનચાલકોને ટ્રાફિક નિયમનોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

 

#Gujarat #CGNews #motorists #Surat #surat police #traffic police #special drive
Here are a few more articles:
Read the Next Article