Connect Gujarat
સુરત 

સુરત : ધોધમાર વરસાદની આગાહી વચ્ચે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમ તૈનાત…

સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે,

X

સમગ્ર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સુરત સહિતના વિસ્તારોમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ મેઘ મહેર જોવા મળી છે. આકાશ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જામ્યો છે. તો મુશળધાર વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સાથે જ નીચાણવાળી સોસાયટીઓમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે. જોકે, વરસાદની સ્પષ્ટ અસર જનજીવન પર દેખાઈ રહી છે, ત્યારે મોટી હોનારતને પહોચી વળવા NDRFની એક ટુકડી સુરત શહેર ખાતે પહોંચી છે. સાથે જ નવસારીમાં પણ NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. જે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે. NDRF દ્વારા બચાવની કામગીરી માટે લાઈવ જેકેટ, રબ્બર બોટ તેમજ વૃક્ષો કાપવાના કટિંગ મશીન સહિતના સાધનો સાથે સજ્જ છે. આ NDRFની ટીમ જે સ્થળે વધારે વરસાદ અને બચાવની કામગીરીની જરૂર હશે તેવા સ્થળે કામગીરી કરશે, ત્યારે હાલ તો NDRFની ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

Next Story