Connect Gujarat
સુરત 

સુરત : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નાઈટ મેરેથોન યોજાઇ, 40 હજારથી વધારે દોડવીરો જોડાયા

ગુજરાત સ્થાપના દિવસના ભાગરૂપે ગતરોજ સુરત શહેરમાં 'નો-ડ્રગ્સ, સેફ, ફિટ એન્ડ સ્માર્ટ સિટી'નાં સંદેશ સાથે નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું..હજારોની સંખ્યામાં લોકો જોડાયા.

X

ગુજરાત સ્થાપના દિવસના ભાગરૂપે ગતરોજ સુરત શહેરમાં 'નો-ડ્રગ્સ, સેફ, ફિટ એન્ડ સ્માર્ટ સિટી'નાં સંદેશ સાથે નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું..હજારોની સંખ્યામાં લોકો જોડાયા.

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીનાં ભાગરૂપે 'નો-ડ્રગ્સ, સેફ, ફિટ એન્ડ સ્માર્ટ સિટી'નાં સંદેશ સાથે નાઈટ મેરેથોનનું સુરત પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ગત રાતથી આજે વહેલી સવારના 4 સુધી નાઈટ મેરેથોન ચાલી હતી. જેમાં 40 હજારથી પણ વધારે દોડવીરો જોડાયા છે. રમત-ગમત અને સાંસ્કૃતિક અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાહુલ રાજ મોલ પાસે કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા. આ સાથે જ વિશાળ જનમેદની ઉમટી પડી હતી.

મેરેથોનમાં દોડવીરો માટે 5 કિ.મી. 10 કિ.મી. અને 21 કિ.મી. અંતરની દોડના આયોજન સાથે વિવિધ કેટગરીવાઈઝ રનર્સ માટે રૂ.13.50 લાખના ઈનામો આપવામાં આવ્યા હતા . મેરેથોનમાં 10 કિમી અને 21 કિમી માટે 2,500થી વધારે દોડવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જ્યારે 5 કિ.મી.માં 40 હજારથી પણ વધારે દોડવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ પ્રસંગે વિખ્યાત કિંજલ દવે સહિત પાર્થિવ ગોહિલ જેવા કલાકારો હાજર રહ્યા હતા.

Next Story
Share it