સુરત : જાહેરમાં ધૂળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવતું પોલીસ કમિશનરનું જાહેરનામું

સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી હોળી પર્વે જાહેરમાં ધૂળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

સુરત : જાહેરમાં ધૂળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવતું પોલીસ કમિશનરનું જાહેરનામું
New Update

સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી હોળી પર્વે જાહેરમાં ધૂળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સાથે જ આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પણ આદેશ આપ્યો છે.

સુરત શહેરમાં ધૂળેટી રંગેચંગે રમવામાં આવતી હોય છે, ત્યારે જાહેરમાં ધૂળેટી રમવા પર પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે જ ધૂળેટીના દિવસે એકબીજાને રંગ લગાવવાથી કોઈ વિવાદ ન સર્જાય તે માટે ઘટનાઓને અંકુશમાં લાવવા સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં ધુળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઉપરાંત એકબીજાની મંજૂરી વિના રંગ લગાવવા, તેમજ શરીર પર કીચડ ફેંકવું સહિત મારામારી કરવા પર પ્રતિબંધ મુકાયો છે, ત્યારે આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પણ આદેશ આપ્યો છે.

#CGNews #ConnectGujarat #BeyondJustNews #Surat #celebration #violation #Dhuleti #Holi #prohibition #notification #notice #proceedings #legal #CommissionerofPolice #InPublic #Command
Here are a few more articles:
Read the Next Article