Connect Gujarat
સુરત 

સુરત : હવે, આગ લાગશે તો લાશ્કરો સાથે જોવા મળશે અદ્યતન સુવિધાથી સજ્જ "ફાયર રોબોટ મશીન"

જેમાં આગની દુર્ઘટનામાં અદ્યતન સુવિધાથી સજ્જ ફાયર રોબોટ મશીન દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવશે.

X

સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ફાયરના સાધનોમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં આગની દુર્ઘટનામાં અદ્યતન સુવિધાથી સજ્જ ફાયર રોબોટ મશીન દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવશે.

સુરત મહાનગરપાલિકા દ્વારા તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયરના સાધનોમાં વધારો કરવામાં આવી રહ્યો છે, જ્યારે સુરતના મેયર અને ફાયર ચીફ ઓફિસરોની ઉપસ્થિતિમાં ફાયરના નવા 7 ફાયર રોબોટ મશીન વસાવવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાના મેયર અને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ચોક બજાર કિલ્લાના પટાંગણમાં ફાયર ફાઈટીંગ રોબોટ, 3 ફોમ કમ વોટર ટેન્ડર અને 2 ફાયર એન્જીન, 2 વોટર બોવર મશીનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ રોબોટ રિમોટથી ઓપરેટ થશે, ફાયરના જવાનો જ્યાં પહોંચી ન શકે ત્યાં આ મશીન પહોચી આગ ઉપર કાબુ મેળવશે. આ રોબોટમાં અત્યાધુનિક થર્મલ ઈમેજીંગ કેમેરા સહિતની સુવિધા હશે, જેમાં આગ અકસ્માતના કોલમાં ફસાયેલી વ્યક્તિઓને શોધી શકાશે અને ફસાયેલી વ્યક્તિને બહાર કાઢીને જાનહાનિમાંથી બચાવી શકાશે. આ વાહનોનો ઉપયોગ સુરત શહેરમાં સ્થિત ઉદ્યોગો, હાઈરાઈઝ બિલ્ડીંગ વગેરેમાં લાગેલી આગમાં અગ્નિશમન માટે થઈ શકે છે.

Next Story