Connect Gujarat
સુરત 

સુરત : પાંડેસરાના બંધ મકાનમાંથી આવતી હતી દુર્ગંધ, તાળુ તોડયું તો સૌ ચોંકી ગયાં

સુરત પતિએ પત્નીની હત્યા કર્યા બાદ આપઘાત કર્યાની ચર્ચા પીએમ અને ફોરેન્સિક રીપોર્ટ બાદ મોતનું કારણ આવશે સામે

X

સુરતના પાંડેસરા વિસ્તારમાં બંધ મકાનમાંથી દુર્ગંધ આવ્યાં બાદ દરવાજો તોડવામાં આવતાં તેમાંથી પતિ અને પત્નીના મૃતદેહ મળી આવ્યાં હતાં. પાંડેસરા વિસ્તારના એક મકાનમાંથી દુર્ગંધ આવી રહી હોવાથી સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી દરવાજો તોડવામાં આવ્યો ત્યારે મકાનમાં રહેતાં પતિ અને પત્ની પૈકી પત્નીનો મૃતદેહ પલંગ પરથી જયારે પતિનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. મૃતકના નામ રણજીતસિંહ અને સુશીલાકુમારી હોવાનું બહાર આવ્યું છે.

રંજીત શાહે પ્રથમ પત્નીની હત્યા કરી બાદમાં જાતે પણ પોતે આપઘાત કરી લીધો હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. આ ઘટના 3 થી 4 દિવસ પહેલાં બની હોવાનું અનુમાન છે. મૃતક દંપતિ થોડા સમય પહેલાં જ મકાનમાં રહેવા માટે આવ્યું હતું. ફોરેન્સિક અને પીએમ રીપોર્ટ બાદ જ બંનેના મોતનું કારણ જાણી શકાશે. 2 મહિનાથી રહેવા માટે આવેલા રંજીત અને તેની પત્ની રૂમની બહાર બહું ઓછું નીકળતાં હતાં. તેઓના કામ ધંધા અંગે પણ પાડોશીઓ અજાણ છે. બન્ને પાસેથી મળી આવેલા આધાર કાર્ડના આધારે તેમની ઓળખ થયા બાદ વતનમાં રહેતા સંબંધીનો પોલીસે સંપર્ક સાધ્યો હતો.

Next Story
Share it