Connect Gujarat
સુરત 

સુરત : ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ, 27 KM દૂર દરિયામાં નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા,

X

સુરતમાં ગત મોડી રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો હતો, ત્યારે એકાએક ભૂકંપના આંચકાના કારણે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ત્યારે હવે સુરતમાં પણ ગત મોડી રાત્રે લગભગ 1 વાગ્યાના અરસામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તિવ્રતા 3.8ની મપાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 27 કિમી દૂર દરિયામાં નોંધાયું હતું. સુરતમાં આવેલા ભૂકંપના આંચકાનાપગલે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, ભૂકંપના કારણે હજી સુધી કોઈપણ જાનહાનિ કે, નુકશાન થયું હોવાનું જાણવા નથી મળ્યું. તો બીજી તરફ, ફેબ્રુઆરી મહિનાના છેલ્લા 11 દિવસમાં ગુજરાતમાં 8 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં સૌથી વધુ સુરતમાં ગત મોડી રાત્રે 3.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે, જ્યારે આ પહેલા 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. છેલ્લા ઘણા સમયથી મોટાભાગે ભૂકંપના આંચકા સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં અનુભવાતા હતા. જોકે, ભૂકંપનો આ પહેલો આંચકો દક્ષિણ ગુજરાતના સુરતમાં અનુભવાયો છે.

Next Story