-
દેશી પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો
-
વરાછા પોલીસે કરી યુવકની ધરપકડ
-
દેશી પિસ્તોલ અને કાર્ટીઝ પોલીસે કર્યા જપ્ત
-
મોજ શોખ માટે રાખતો હતો હથિયાર
-
યુપીથી મંગાવ્યું હતું હથિયાર
સુરત વરાછા પોલીસે દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા જીવતા કાર્ટીઝ સાથે એક ઈસમની ધરપકડ કરી હતી,પોલીસ તપાસમાં આરોપી મોજ શોખ માટે હથિયાર રાખતો હોવાનું જાણવા મળ્યું છે.
સુરતના વરાછા પોલીસે બાતમીના આધારે એ કે રોડ ફુલ માર્કેટ પાસેથી પિસ્તોલ અને જીવતા કાર્ટીઝ સાથે એક યુવકની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં લાલજી ઉર્ફે લાલો પરમાર મોજ શોખ માટે પિસ્તોલ સાથે રાખતો હોવાનું જાણવા મળ્યું હતું.
વધુમાં લાલજી ઉર્ફે લાલો પરમાર રત્નકલાકાર તરીકે કામ કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.લાલજીએ આ પિસ્તોલ ઉત્તર પ્રદેશના માનસર ખાતેથી મંગાવી હતી.પોલીસે પિસ્તોલ અને જીવતા કાર્ટીઝ મળી રૂપિયા 10 હજાર 300નો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી હતી.