-
હીરા વેપારી સાથે છેતરપિંડીનો મામલો
-
હીરા દલાલે રૂ.19.33 લાખની કરી હતી છેતરપિંડી
-
હીરો ખરીદીને થયો હતો ફરાર
-
વેપારીએ ક્રાઇમ બ્રાન્ચમાં કરી હતી ફરિયાદ
-
ઇકો સેલે આરોપીની કરી ધરપકડ
સુરતના કતારગામ,વરાછા સહિતના વિસ્તારોમાં હીરા દલાલીનું કામ કરતા શખ્સે એક હીરાના વેપારી પાસેથી રૂપિયા 19.33 લાખથી વધુનો હીરો ખરીદીને છેતરપિંડી આચરી હતી.જે ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
સુરતના કતારગામ,વરાછા સહિતના વિસ્તારોમાં હીરા દલાલીનું કામ કરતા વિપુલ વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા હીરાના વેપારી પાસેથી રૂપિયા 19 લાખ 33 હજાર 863નો હીરો ખરીદ્યો હતો,જોકે ત્યારબાદ હીરાનું પેમેન્ટ ચુકવવાને બદલે વિપુલ ફરાર થઇ ગયો હતો,જે ઘટના અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હીરાના વેપારી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.જે સંદર્ભે ઇકો સેલમાં તપાસ સોંપવામાં આવી હતી,ઇકો સેલની ટીમે ઓલપાડથી આરોપી વિપુલ પટેલની ધરપકડ કરી હતી.અને પોલીસે આરોપીની અન્ય કોઈ ગુન્હામાં સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.