સુરત : હિન્દુ યુવતી સાથે લિવ-ઈનમાં ભાડેથી રહેવા બોગસ આધારકાર્ડ બનાવનાર પશ્ચિમ બંગાળના યુવકની પોલીસે કરી ધરપકડ

સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં હિન્દુ યુવતી સાથે લિવ ઈન રિલેશનશિપમાં ભાડેથી રહેવા માટે પશ્ચિમ બંગાળના મુસીબુલ શેખે પોતાનું હિન્દુ નામ પ્રદીપ રાખી તે નામનું બોગસ આધાર કાર્ડ બનાવતા SOG પોલીસના હાથે ઝડપાયો છે.

New Update
  • જહાંગીરાબાદ વિસ્તારમાં પશ્ચિમ બંગાળના યુવકનું કૃત્ય

  • પ.બંગાળનો યુવક હિન્દુ યુવતી સાથે લિવ ઈનમાં હતો

  • ભાડેથી રહેવા માટે યુવકે બનાવ્યું બોગસ આધાર કાર્ડ

  • બોગસ આધારકાર્ડ થકી યુવકે પ્રદીપ નામ ધારણ કર્યું

  • SOG પોલીસે પશ્ચિમ બંગાળના યુવકની ધરપકડ કરી

Advertisment

સુરત શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં હિન્દુ યુવતી સાથે લિવ ઈન રિલેશનશિપમાં ભાડેથી રહેવા માટે પશ્ચિમ બંગાળના મુસીબુલ શેખે પોતાનું હિન્દુ નામ પ્રદીપ રાખી તે નામનું બોગસ આધાર કાર્ડ બનાવતા SOG પોલીસના હાથે ઝડપાયો છે.

સુરત શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં મૂળ પશ્ચિમ બંગાળના મુસીબુલ શેખે પોતાનું હિન્દુ નામ પ્રદીપ રાખી તે નામનું બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું. મળતી માહિતી અનુસારહિન્દુ યુવતી સાથે લિવ ઈન રિલેશનશિપમાં ભાડેથી રહેવા માટે યુવકે બોગસ આધારકાર્ડ બનાવ્યું હતુંત્યારે SOG પોલીસે મુસીબુલ શેખની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં આધારકાર્ડ મોબાઇલમાં એપ્લીકેશનમાં એડીટીંગ કરીને બનાવ્યો હોવાનું રટણ કરી રહ્યો છે. જોકેપોલીસને આ વાત ગળે ઉતરે તેમ ન હતી. પશ્વિમ બંગાળનો મુસીબુલ શેખ સુરતમાં સ્પામાં યુવતીઓને સપ્લાય કરતો હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. જોકેતેણે પોલીસ સમક્ષ રિંગરોડની માર્કેટમાં ટેક્ષટાઇલ ડિઝાઇનીંગનું કામ કરતો હોવાની વાત કરી છેત્યારે હાલ તો SOG પોલીસે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે મુસીબુલ શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories