Connect Gujarat
સુરત 

સુરત : ઉધનામાં દુકાનદાર પર થયેલ ફાયરિંગની ઘટનામાં પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી...

સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ શેટ્ટી ચ્હાની દુકાનના માલિક ઉપર અજાણ્યા ઇસમોએ 2 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું

X

સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ શેટ્ટી ચ્હાની દુકાનના માલિક ઉપર અજાણ્યા ઇસમોએ 2 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું, જોકે, આ મિસ ફાયર થતાં તેનો આબાદ બચાવ થયો હતો. પોલીસે આ ઘટનામાં વધુ 2 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં દિનપ્રતિદિન ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે, જ્યારે પોલીસનો ખોફ ન હોય તે રીતે ગુનાખોરીને અંજામ આપવા અસામાજિક તત્વો સતત પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તેવામાં 2 દિવસ અગાઉ સાંજના સમયે ઉધના વિસ્તારના દક્ષેશ્વર મંદિર રોડ પર આવેલ શેટ્ટી ચ્હાની દુકાનના માલિક રાજુ વાકોડે ઉપર 2 ઈસમોએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે, આ ઘટનામાં વેપારીનો આબાદ બચાવ થયો હતો. ઘટનામાં વેપારી સહિતના કારીગરોએ ફાયરિંગ કરવા આવેલ 1 ઈસમને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે દુકાનદાર રાજુ વાકોડેની ફરિયાદના આધારે આરોપી મનોજ ડાકલાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી, ત્યારે ઘટનાના 2 દિવસ બાદ પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં જૂની અંગત અદાવતે આ ઘટનાને આંજમ આપ્યો હોવાનું આરોપીઓએ કબુલાત આપી છે, ત્યારે હાલ તો પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story