Connect Gujarat
સુરત 

સુરત : અસામાજીક તત્વોની મિલકત પર ફરી વળ્યું પોલીસનું બુલડોઝર, ઝપાઝપી કરનાર 12 લોકોની ધરપકડ

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં પોલીસે અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું હતું.

X

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં પોલીસે અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું હતું. આ ઉપરાંત પોલીસ પર હુમલો કરનાર 12 જેટલા લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.

સુરત શહેના રાંદેર વિસ્તારમાં કુખ્યાત સજ્જુ કોઠારીના ભાઈ આરીફ કોઠારી દ્વારા કરાયેલા ગેરકાયદે બાંધકામ પર પોલીસે બુલડોઝર ફેરવ્યું હતું. જોકે, 2 દિવસ અગાઉ આરીફ પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો, ત્યારે પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગેલા આરીફની સાન ઠેકાણે લાવવા પોલીસે સકંજો કસ્યો છે. અત્રે મહત્વનું છે કે, યુપી સરકારે સૌ પ્રથમવાર બુલડોઝરની મદદથી આરોપીની મિલકતને જમીન ધ્વસ્ત કરી દીધું હતું. બાદમાં મધ્યપ્રદેશના ખરગોનમાં પણ પ્રશાસન દ્વારા હિંસાના આરોપીઓ અને પથ્થરબાજોની ગેરકાયદેસર મિલકતો તોડી પાડવામાં આવી હતી. રામનવીના દિવસે ખંભાતમાં થયેલી હિંસાના પગલે ખંભાત પોલીસે હિંસાના આરોપીઓની મિલકત પર બુલડોઝર ચલાવ્યું છે, ત્યારે સુરત પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગેલા રાંદેર વિસ્તારના આરીફની સાન ઠેકાણે લાવવા સુરત પોલીસે સકંજો કસ્યો છે. જે અંતર્ગત સુરત પોલીસે આરીફની મિલકત સામે કાર્યવાહી કરી તેના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી તોડી પાડ્યું હતું. આ સાથે પોલીસ પર હુમલો કરનાર 12 લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.

Next Story