સુરત : મોડીફાઇડ કાર-બુલેટ તેમજ વ્હાઈટ હેલોજન બલ્બ વાપરતા વાહનચાલકો સામે પોલીસે તવાઈ બોલાવી...

તાજેતરમાં રાજ્યમાં અનેક કારમાં આગ લાગવાના અને વાહન અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે, ત્યારે સુરત શહેરમાં પણ વધતાં અકસ્માતોની ઘટનાઓ પર અંકુશ લાવવા પોલીસ વિભાગ સતર્ક થયું છે.

New Update
  • તાજેતરમાં રાજ્યમાં અકસ્માતોની અનેક ઘટનાઓ સામે આવી

  • વધતાં અકસ્માતોની ઘટના પર અંકુશ લાવવા પોલીસ સતર્ક

  • ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતાં લોકો સામે તવાઈ બોલાવાય

  • પોલીસે વ્હાઈટ હેલોજન બલ્બવાવાળા 98 વાહનો જપ્ત કર્યા

  • પોલીસની કાર્યવાહીના પગલે અન્ય વાહનચાલકોમાં ફફડાટ

Advertisment

તાજેતરમાં રાજ્યમાં અનેક કારમાં આગ લાગવાના અને વાહન અકસ્માતોની ઘટનાઓ સામે આવી છેત્યારે સુરત શહેરમાં પણ વધતાં અકસ્માતોની ઘટનાઓ પર અંકુશ લાવવા પોલીસ વિભાગ સતર્ક થયું છે. જેમાં પોલીસે કારબાઈક અને વ્હાઈટ હેલોજન બલ્બ વાપરતા વાહનચાલકો સામે તવાઈ બોલાવી હતી.

મોડીફાઇડ વાહનોના કારણે દુર્ઘટના સર્જાતા રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ખાસ કરીને વ્હાઈટ હેલોજન બલ્બ વાપરતા વાહનો અને ધ્વનિ પ્રદૂષણ કરતી બુલેટ સામે રાજ્ય સરકારના આદેશને અનુસરતા સુરત શહેર પોલીસ દ્વારા મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. અકસ્માત અને વાહનમાં આગ જેવી ઘટનાઓ રોકવા માટે સુરત પોલીસે સમગ્ર સુરતમાંથી 98 જેટલી કાર અને બાઈક જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. અનેક વાહનચાલકો તેમના વાહનોમાં વ્હાઈટ હેલોજન બલ્બ સ્થાપિત કરે છેજે માત્ર લાઈટિંગ સિસ્ટમને બદલવાનું માધ્યમ નથી. પરંતુ મોટાભાગે આગ અને ગંભીર અકસ્માતોનું કારણે બને છે.

કેટલાક કિસ્સાઓમાં આ હેલોજન બલ્બના કારણે વાહન ઝડપથી ગરમ થઈ જતાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. આ ઘટના સમાજ અને વાહન વ્યવસ્થાને ગંભીર ખતરામાં મુકે છેજેના પગલે રાજ્ય સરકાર દ્વારા હેલોજન બલ્બ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સરકારના આદેશ છતાં કેટલાક લોકો હેલોજન બલ્બ અને મોડીફાઇડ વાહનોનો ઉપયોગ ચાલુ રાખતા હતા. જેમાં મોટાભાગની કાર અને બુલેટ બાઇક ધ્વનિ પ્રદૂષણ અને આગ-અકસ્માતોના મુખ્ય કારણ બની રહી હતી. આવા તત્વો સામે પગલાં લેવા સુરત પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવમાં પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મોટાપાયે તપાસ હાથ ધરવામાં આવી હતી.

Advertisment
Read the Next Article

સુરત : ગોડાદરામાં ધોળા દિવસે યાર્નના વેપારી પર ફાયરિંગથી ચકચાર,ઈજાગ્રસ્ત સારવાર હેઠળ,પોલીસે શરુ કરી તપાસ

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે યાર્નના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું,ઘટનામાં વેપારી ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

New Update
  • ગોડાદરા વિસ્તારમાં દિન દહાડે ફાયરિંગની ઘટના

  • યાર્નના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું

  • પાછળથી આવેલા બાઈક સવારે પીઠ પર ગોળી મારી

  • ગોળી વાગતા વેપારી હોસ્પિટલમાં સારવાર હેઠળ

  • ફાયરિંગ શા માટે કરવામાં આવ્યું તે દિશામાં તપાસ 

Advertisment

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે યાર્નના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું,ઘટનામાં વેપારી ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ચકચારી ઘટનાની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે સંજય પડશાળા નામના યાર્નના વેપારી પર ફાયરિંગ થયું હતું.તેઓની પાછળથી આવેલા બાઈક સવારે પીઠ પર ગોળી મારી હતી. ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયેલા વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ફાયરિંગ કરી આરોપી ફરાર થઈ ગયો હતો.સર્જાયેલી ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી.પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે,અને ફાયરિંગ કેમ કરવામાં આવ્યું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisment