સુરત : અલથાણમાં ઉદ્યોગપતિની દારૂ પાર્ટીમાં પોલીસની રેડથી નાસભાગ, માલેતુજાર બાપના દીકરાએ પોલીસ સાથે કરી ઝપાઝપી

સુરતના વેસુ વિસ્તારના પોશ ગણાતા જી.ડી.ગોએન્કા સ્કૂલ પાસેના કે.એસ. અંતરવન રેસ્ટોરન્ટ નજીક દારૂની મહેફિલ જામે ત્યાર પહેલાં જ પોલીસે રેડ કરી હતી.

New Update
  • ઉદ્યોગપતિના જન્મદિવસની દારૂ પાર્ટી  

  • પાર્ટી શરૂ થાય ત્યાર પહેલાં પોલીસ ત્રાટકી

  • ઉદ્યોગપતિના પુત્રએ પોલીસ સાથે કરી ઝપાઝપી

  • પોલીસે દારૂ ભરેલી બલેનો કાર જપ્ત કરી

  • દારૂ પહોંચાડનાર વ્યક્તિની પણ ધરપકડ

સુરતના વેસુ વિસ્તારના પોશ ગણાતા જી.ડી.ગોએન્કા સ્કૂલ પાસેના કે.એસ. અંતરવન રેસ્ટોરન્ટ નજીક દારૂની મહેફિલ જામે ત્યાર પહેલાં જ પોલીસે રેડ કરી હતી.આ રેડ દરમિયાન ઉદ્યોગપતિના પુત્રએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.

સુરતના વેસુ વિસ્તારના પોશ ગણાતા જી.ડી.ગોએન્કા સ્કૂલ પાસેના કે.એસ. અંતરવન રેસ્ટોરન્ટ નજીક તારીખ 16 ઓક્ટોબરની મોડીરાતે VIPની દારૂ મહેફિલ શરૂ થાય તે પહેલાં જ અલથાણ પોલીસે દરોડો પાડતા માહોલ ગરમાયો હતો.સુરતના જાણીતા ઉદ્યોગપતિ સમીર શાહના જન્મદિવસની આ પાર્ટી રાખવામાં આવી હતી.પોલીસે રેડ કરી એક કારની તપાસ કરતા અંદરથી બિયર ભરેલુ બોક્સ મળી આવ્યું હતું.

આ ઘટના દરમિયાન  PSIએ દોડીને એક કારને રોકતાં અંદરથી યુવકે આવીને વીડિયો બંધ કરવાનું કહી PSI સાથે ઝપાઝપી કરી હતી. આ સમયે કારમાં સવાર યુવકના પિતા અને બે મહિલાએ આવીને પોલીસ અને યુવકને છુટા પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબલનો વીડિયો પણ સામે આવ્યો છે.પોલીસે હાલ ઘટના અંગે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.જ્યારે દારૂ સપ્લાય કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.

Latest Stories