સુરત : ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર પોલીસના દરોડા, રૂ. 2.92 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સની ધરપકડ

સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર SOG પોલીસે દરોડા પાડી 3 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

New Update
  • પર્વત પાટિયા વિસ્તારમાં SOG પોલીસના દરોડા

  • 'હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન'ની ફેક્ટરીનો પર્દાફાશ

  • શોપિંગ મોલમાં MD ડ્રગ્સની સિક્રેટ ફેક્ટરી ઝડપાઈ

  • ફૂડ ટેસ્ટિંગની આડમાં 3 યુવક બનાવતા હતા ડ્રગ્સ

  • SOG પોલીસે રૂ. 20 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો

સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર SOG પોલીસે દરોડા પાડી 3 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારસુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ મોલની અંદર ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી 'હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોનડ્રગ્સની ફેક્ટરીનો સુરત SOG પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં આંતરરાષ્ટ્રીય 'લંડન કનેક્શનખૂલતાં પોલીસ સ્તબ્ધ થઈ ગઈ છે. અમરોલીમાંથી 236 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયેલા જીલ ઠુમ્મરની કબૂલાત બાદ પોલીસે પોલારિસ શોપિંગ સેન્ટરની લેબમાં દરોડા પાડી ડ્રગ્સ બનાવનાર સિનિયર ટેક્નિશિયન સહિત કુલ 3 શખ્સની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડ અને લેબના માલિકના ઈશારે અને ફાઇનાન્શિયલ મદદથી શહેરમાં જ નશાનું ઝેર તૈયાર કરી યુવાધનને નશાના રવાડે ચઢાવવાનું કાવતરું ઘડવામાં આવતું હતુંત્યારે પોલીસે રૂ. 2.92 લાખનો મુદ્દામાલતૈયાર ડ્રગ્સ અને જ્વલનશીલ કેમિકલ્સનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories