સુરત : ડુપ્લીકેટ સોનાના દાગીના બનાવતા કારખાનામાં પોલીસના દરોડા, 12 શખ્સની ધરપકડ...

સુરત શહેરના સરથાણા વિસ્તારમાંથી ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતના મુદ્દામાલ સાથે પોલીસે 12 આરોપીની ધરપકડ કરી છે.

New Update
  • LCB અને સરથાણા પોલીસની સંયુક્ત રીતે મોટી કાર્યવાહી

  • ડુપ્લીકેટ સોનાના દાગીના બનાવતું એક કારખાનું ઝડપાયું

  • 23 ટકા સોનું નાંખી હોલમાર્કની સિક્કો મારી વેચાણ કરતા

  • સરથાણા પોલીસ દ્વારા 12 શખ્સની ધરપકડ કરવામાં આવી

  • દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી અને મુદ્દામાલ જપ્ત

Advertisment

સુરત શહેરના સરથાણા વિસ્તારમાંથી ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતના મુદ્દામાલ સાથે પોલીસે 12 આરોપીની ધરપકડ કરી છે.

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં ઝોન-1 LCB પોલીસ અને સરથાણા પોલીસે સંયુક્ત રીતે એક મોટી કાર્યવાહી કરીને ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 12 આરોપીની ધરપકડ કરી છે અને બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કેઉત્રાણ પોલીસ મથકની હદમાં આવેલા વેલંજાની રૂદ્રાક્ષ સોસાયટીમાં એક ઘરમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું. આ ગેંગ ચેઇનના હુકમાં માત્ર 23% સોનું ભેળવીને દાગીના બનાવતી હતીઅને તેના પર હોલમાર્કનો સિક્કો મારીને વેચાણ કરતી હતી. જોકેઆ કારખાનું છેલ્લા 2 વર્ષથી કાર્યરત હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મુખ્ય આરોપી વિવેક સોની સહિતના આરોપીઓ યોગી ચોક ખાતે આવેલા શિવ મંદિર જ્વેલર્સમાં ડુપ્લિકેટ સોનાની ચેઇન વેચવા ગયા હતા. જ્વેલર્સના માલિકને સોનું ડુપ્લિકેટ હોવાનો ખ્યાલ આવતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જોકેઆરોપી હરીશ ખટાણા અને વિમલ નામના 2 આરોપીઓ ડુપ્લિકેટ સોનું આપીને ફરાર થઈ ગયા હતા. જ્વેલર્સના માલિકની ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓ સુધી પહોંચી દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 4 ચેઈનચેઈન બનાવવાનું મશીનઅને હોલમાર્કનો સિક્કો સહિતની સામગ્રી જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

સુરત : આંગડીયા પેઢીમાં RTGSથી પૈસા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઇ,પોલીસે 12.50 લાખની રોકડ કરી જપ્ત

સુરતમાં ભેજાબાજો દ્વારા આંગડિયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડીને અંજામ આપ્યો હતો.અને 51 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

New Update
  • સરથાણામાં છેતરપિંડીનો મામલો

  • ત્રણ ભેજાબાજોએ ઠગાઈને આપ્યો અંજામ

  • આંગડિયામાંRTGSના નામે કરી છેતરપિંડી

  • રોકડા રૂ.51 લાખ લઈને થઈ ગયા હતા ફરાર

  • પોલીસે ત્રણ ભેજાબાજોની કરી ધરપકડ 

Advertisment

સુરતમાં ભેજાબાજો દ્વારા આંગડિયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડીને અંજામ આપ્યો હતો.અને 51 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતમાં આર્થિક ક્રાઇમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.અને ભેજાબાજો દ્વારા છેતરપિંડી માટે પણ નિતનવી ચાલાકી કરવામાં આવી રહી છે,આવો જ એક બનાવ સરથાણા પોલીસ મથકના હદ વિસ્તારમાં બન્યો હતો.જેમાં ફરિયાદીના રૂપિયા 50 લાખ આંગડિયા પેઢીમાંRTGS કરવાના બહાને ભેજાબાજોએ રૂપિયા 1 લાખના કમિશન સાથે રોકડા રૂપિયા 51 લાખ ફરિયાદી પાસેથી મળેવી લીધા હતા.

જોકે સમય મર્યાદામાં રૂપિયાRTGS થયા ન હોતા,અને ભેજાબાજો ફરાર થઇ ગયા હતા.તેથી ફરિયાદીને છેતરપિંડીનો અણસાર આવ્યો હતો,અને તેઓએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.જેના આધારે પોલીસે કિશોર ઘોડાદરા,કિરીટ પટેલ અને જયેશ કેરાસીયાની ધરપકડ કરીને રૂપિયા 12.50 લાખ રોકડા રિકવર કર્યા હતા.અને પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.