8 જેટલા વાહન ચોરીના ભેદ ઉકેલાયા
પોલીસને મળી સફળતા
પોલીસે આરોપીની કરી ધરપકડ
અલગ અલગ વેશ ધારણ કરીને કરતો ચોરી
પોલીસે 8 બાઈક પણ કરી જપ્ત
સુરતમાં બે મહિનામાં 8 જેટલા વાહન ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકતા વાહન ચોરને પોલીસે ઝડપી લીધો હતો.અને 8 વાહનો પોલીસે જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી.
સુરત શહેરના સિંગણપોર તથા સલાબતપુરા પોલીસ મથકની હદમાં વાહન ચોરીના ગુના બન્યા હતા.અને બે મહિનામાં જ 8 જેટલી બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.પોલીસ દ્વારા વાહન ચોરને ઝડપી લેવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.અને તેમાં પોલીસને સફળતા પ્રાપ્ત થઇ હતી.પોલીસે વાહન ચોર વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળીની ધરપકડ કરીને તેની પાસેથી 8 સ્પ્લેન્ડર કબ્જે કરી હતી.અને પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે વાહન ચોર વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળી જયારે વાહન ચોરી કરવા જતો હતો,ત્યારે અલગ અલગ વેશ ધારણ કરીને ચોરીને અંજામ આપતો હતો.