-
વિદ્યાર્થીઓના સીનસપાટા સામે પોલીસ એક્શનમાં
-
30 લકઝરી કારમાં કાઢી હતી રેલી
-
પોલીસે 12 જેટલી કાર જપ્ત કરીને શરૂ કરી તપાસ
-
વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં લઇ હાલ કાર ડિટેઇન કરાઈ
-
વિદ્યાર્થીઓ કાર ચલાવતા હતા કે નહીં એ બાબતે તપાસ કરાશે
સુરતના ઓલપાડની ફાઉન્ટન હેડ સ્કૂલના ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓએ ફેરવેલ ફંક્શન પહેલા કાર રેલી યોજી હતી.જેનો વિવાદ સર્જાયો હતો,અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા 12 જેટલી લક્ઝરી કાર ડિટેઇન કરી હતી.
સુરતના જહાંગીરપુરાના ડી-માર્ટ થી ઓલપાડની ફાઉન્ટન હેડ સ્કૂલ સુધી કાઢેલી 30 લક્ઝરી કાર સાથેની રેલી દરમિયાન શુટ-બુટમાં સજ્જ વિદ્યાથીઓ કારના સનરૂફ માંથી માથું બહાર કાઢીને જોરજોરથી મ્યુઝિક વગાડતા હતા.આ સાથે ટ્રાફિક નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા જોવા મળ્યા હતા.વિદ્યાર્થીઓની આ રેલી સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે.પોલીસ દ્વારા આ ઘટનામાં 12 જેટલી લક્ઝરી કાર ડિટેઇન કરવામાં આવી છે,અને અન્ય કારને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પણ પોલીસ દ્વારા હાલમાં ફક્ત કાર જ જપ્ત કરવામાં આવી છે.વધુમાં આ કાર વિદ્યાર્થી જ ચલાવતા હતા કે અન્ય કોઈ તે સંદર્ભે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.