સુરત :પતંગની કાતિલ દોરીથી વાહન ચાલકોને સુરક્ષિત રાખવા માટેનો પોલીસનો પ્રયાસ

બ્રિજ પર લટકતી દોરથી અકસ્માત થવાની સંભાવનાઓને નકારી શકાય નહીં,તેથી પોલીસ દ્વારા ખાસ કરીને ટુ વ્હીલર વાહન ચાલકોને બ્રિજ પરથી પસાર થતા અટકાવ્યા

New Update
  • પતંગની દોરીથી પ્રજાને સુરક્ષિત રાખવા માટે પોલીસનો પ્રયાસ

  • ઓન રોડ બ્રિજ પર વાહન વ્યવહાર કરાયો બંધ

  • વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવાયું

  • પતંગની કાતિલ દોરીથી સર્જાય છે અકસ્માત

  • પોલીસ કમિશનરે આપ્યો પ્રજાજોગ સંદેશ

સુરત શહેરમાં પતંગની કાતિલ દોરીથી નાગરિકોને સુરક્ષિત રાખવા માટેનો પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે,અને બ્રિજ પરથી પસાર થતા ટુ વ્હીલર વાહન ચાલકોને અટકાવવામાં આવ્યા છે,જ્યારે પોલીસ કમિશનર દ્વારા પણ પ્રજાજોગ એક સંદેશ આપવામાં આવ્યો છે.

સુરત શહેરમાં આકાશી યુદ્ધના પર્વની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે બીજી તરફ નાગરિકોને પતંગની કાતિલ દોરીથી સુરક્ષિત રાખવા માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.પોલીસે ઓન રોડ બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોને અટકાવીને વૈકલ્પિક માર્ગ પસંદ કરવા માટે જણાવ્યું છે.

બ્રિજ પર લટકતી દોરથી અકસ્માત થવાની સંભાવનાઓને નકારી શકાય નહીં,તેથી પોલીસ દ્વારા ખાસ કરીને ટુ વ્હીલર વાહન ચાલકોને બ્રિજ પરથી પસાર થતા અટકાવ્યા છે,બીજી તરફ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પણ પ્રજાજોગ સુરક્ષિત ઉત્તરાયણના પર્વની ઉજવણી માટે એક સંદેશ પણ પાઠવવામાં આવ્યો છે.

Read the Next Article

સુરત : વેસુની જી.ડી.ગોએન્કા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ, બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાય

સુરત શહેરના વેસુ વિસ્તારની જી.ડી.ગોએન્કા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ આવતા શાળા સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો, 

New Update
  • વેસુ વિસ્તારની જી.ડી.ગોએન્કા સ્કૂલની ચકચારી ઘટના

  • ગોએન્કા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

  • ધમકીભર્યો ઈ-મેલ આવતા શાળા સંચાલકોમાં ફફડાટ

  • એસીપીપીઆઈ અને ડોક સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે

  • સમગ્ર મામલે સ્કૂલ કોર્ડન કરી વધુ તપાસ હાથ ધરાય

સુરત શહેરના વેસુ વિસ્તારની જી.ડી.ગોએન્કા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ આવતા શાળા સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતોજ્યારે સલામતીને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. તો બીજી તરફએસીપીપીઆઈ અને ડોક સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી હતી.

સુરત સહિત દેશભરની કુલ 159 શાળાઓને ગત તા. 21 જુલાઈની મોડી રાત્રેOutjacked50.@gmail.comમેલ નામના આઇડી પરથી ધમકીભર્યા ઈ-મેલ મળતા ખળભળાટ મચી ગયો છે. આ ઈ-મેલમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની અને'બ્લડ બાથએટલે કેમોટો સંહારનો ઉલ્લેખ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલી જી.ડી.ગોએન્કા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. ધમકી મળતા જ વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

આ સાથે પોલીસને જાણ કરતા જ તાત્કાલિક એસીપીપીઆઈ સહિતનો પોલીસ કાફલો સ્કૂલે પહોંચી ગયો હતો. બોમ્બ-સ્ક્વોડની મદદથી સ્કૂલમાં તપાસ કરવામાં આવી હતી. તો બીજી તરફસાયબર સેલ દ્વારા તપાસ સમગ્ર મામલે સાયબર સેલ દ્વારા તપાસ કરાય રહી છે. જોકેપોલીસને ધમકી આપનાર મેલ આઇડી મળી ગઈ છેઅને તેના આધારે સાયબર સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.