સુરત: વિજયા દશમીના પર્વની ઉજવણીની તૈયારીઓ શરૂ, 65 ફૂટના રાવણના પૂતળાનું કરાશે દહન

સુરત શહેરમાં રાવણ દહન માટેની તડામાર તૈયારીઓ છેલ્લા 40 દિવસોથી શરૂ કરી દેવામાં આવી છે,જેને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

New Update

સુરતમાં વિજયા દશમીના પર્વની ઉજવણીની તૈયારીઓ 

વેસુના વિશાળ રામલીલા મેદાનમાં થશે રાવણ દહન 

65 ફૂટનાં રાવણ સહિત કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું કરાશે દહન

કારીગરો દ્વારા પૂતળાને આપવામાં આવી રહ્યો છે આખરી ઓપ 

મથુરાના મુસ્લિમ કારીગરો દ્વારા બનાવવામાં આવ્યા છે પૂતળા  

સુરત શહેરમાં રાવણ દહન માટેની તડામાર તૈયારીઓ છેલ્લા 40 દિવસોથી શરૂ કરી દેવામાં આવી છે,જેને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

સુરત શહેરના વેસુ ખાતેના રામલીલા મેદાનમાં દશેરાના દિવસે 65 ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. રાવણના આ પૂતળાનું મોટાભાગનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ભગવાન રામ આસુરી શક્તિ રાવણનું દહન કરી શકે એ માટે સુરતમાં છેલ્લા 35 વર્ષથી યુપીના મુસ્લિમ કારીગરો રાવણનું પૂતળું બનાવે છે.રાવણ,કુંભકર્ણ અને મેઘનાદના પૂતળા વાંસ,કાગળ સહિતના મટિરિયલનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે,અને કારીગરો દ્વારા પૂતળાને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.વિજયા દશમી, ના દિવસે વેસુ વિસ્તાર ખાતે વિશાળ મેદાનમાં અહંકારી રાવણનું મહાકાય પૂતળાનું દહન કરવામાં આવશે. જેમાં ભારે આતશબાજી પણ જોવા મળશે. રામ મંડળી દ્વારા આ માટે અદભુત આયોજન કરવામાં આવ્યું છે.જ્યાં મેદાનમાં રાવણના 65 ફૂટ પૂતળાની સાથે અલગ અલગ પૂતળા પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ અદભુત નજારો જોવા શહેરીજનોની વિશાળ મેદની દશેરાના દિવસે ઉમટશે અને રાવણ દહનનો નજારાનો લાભ ઉઠાવશે.
Read the Next Article

સુરત : આંગડીયા પેઢીમાં RTGSથી પૈસા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઇ,પોલીસે 12.50 લાખની રોકડ કરી જપ્ત

સુરતમાં ભેજાબાજો દ્વારા આંગડિયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડીને અંજામ આપ્યો હતો.અને 51 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

New Update
  • સરથાણામાં છેતરપિંડીનો મામલો

  • ત્રણ ભેજાબાજોએ ઠગાઈને આપ્યો અંજામ

  • આંગડિયામાંRTGSના નામે કરી છેતરપિંડી

  • રોકડા રૂ.51 લાખ લઈને થઈ ગયા હતા ફરાર

  • પોલીસે ત્રણ ભેજાબાજોની કરી ધરપકડ 

Advertisment

સુરતમાં ભેજાબાજો દ્વારા આંગડિયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડીને અંજામ આપ્યો હતો.અને 51 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતમાં આર્થિક ક્રાઇમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.અને ભેજાબાજો દ્વારા છેતરપિંડી માટે પણ નિતનવી ચાલાકી કરવામાં આવી રહી છે,આવો જ એક બનાવ સરથાણા પોલીસ મથકના હદ વિસ્તારમાં બન્યો હતો.જેમાં ફરિયાદીના રૂપિયા 50 લાખ આંગડિયા પેઢીમાંRTGS કરવાના બહાને ભેજાબાજોએ રૂપિયા 1 લાખના કમિશન સાથે રોકડા રૂપિયા 51 લાખ ફરિયાદી પાસેથી મળેવી લીધા હતા.

જોકે સમય મર્યાદામાં રૂપિયાRTGS થયા ન હોતા,અને ભેજાબાજો ફરાર થઇ ગયા હતા.તેથી ફરિયાદીને છેતરપિંડીનો અણસાર આવ્યો હતો,અને તેઓએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.જેના આધારે પોલીસે કિશોર ઘોડાદરા,કિરીટ પટેલ અને જયેશ કેરાસીયાની ધરપકડ કરીને રૂપિયા 12.50 લાખ રોકડા રિકવર કર્યા હતા.અને પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. 

Read the Next Article

સુરત : મોટા વરાછામાં સગા ભાઈએ કરી બહેન સાથે લાખોની છેતરપિંડી,ભાઈ સહિત બે આરોપીની ધરપકડ કરતી પોલીસ

મોટા વરાછામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા

New Update
  • મોટા વરાછામાં છેતરપિંડીનો મામલો

  • સગા ભાઈએ બહેન સાથે કરી છેતરપિંડી

  • રોકડા રૂપિયા,સોનાના દાગીના પડાવી લીધા

  • બહેને નોંધાવી પોલીસ ફરિયાદ

  • ભાઈ સહિત બે આરોપીની ધરપકડ   

Advertisment

સુરતના મોટા વરાછા વિસ્તારમાં સગા ભાઈએ બહેન સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી,જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ભાઈ સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતના મોટા વરાછામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા હતા.જેમાંરૂપિયા 50 હજાર રોકડા અને 18 તોલા સોનુ પડાવી લીધા હતા. રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયા રોકડા રૂપિયા અને સોનાના દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા.જેના કારણે બહેનને છેતરપિંડીની શંકા જતા તેને ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.

પોલીસે તેઓની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી હતી,અને પોલીસે મુંબઈમાં બે દિવસ સુધી રેકી કરીને આરોપી ભાઈ રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયાની ધરપકડ કરી હતી.ઉત્રાણ પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 15 લાખ 54 હજાર 170નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.અને પોલીસ તપાસમાં આરોપી અક્ષય શિરોયા ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પણ ખૂલ્યું હતું.