સુરત : સરકારી જાહેરાતોને અખબારમાં પ્રકાશિત કરવા રૂ. 2.70 લાખની લાંચ માંગનાર સહાયક માહિતી નિયામક-જુ.કલાર્ક ઝડપાયા

5.40 લાખની લાંચ માંગી હતી. આ પૈકીની અડધી રકમ રૂપિયા 2.70 લાખ રકમ પ્રથમ હપ્તા તરીકે માંગવામાં આવ્યા હતા.

New Update
સુરત : સરકારી જાહેરાતોને અખબારમાં પ્રકાશિત કરવા રૂ. 2.70 લાખની લાંચ માંગનાર સહાયક માહિતી નિયામક-જુ.કલાર્ક ઝડપાયા

સુરતમાં દૈનિક અખબારમાં રાજ્ય સરકારની ડિસ્પ્લે જાહેર ખબરો પ્રકાશિત કરવા જાહેર ખબરની પેનલ પરની અરજીના રીન્યુઅલ માટેની કાર્યવાહી કરવાના અવેજ પેટે લાંચ લેતા સહાયક માહિતી નિયામક અને જુનિયર કલાર્ક ACBના છટકામાં ગોઠવાઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર, સુરતમાં દૈનિક અખબારમાં રાજ્ય સરકારની ડિસ્પ્લે જાહેર ખબરો પ્રકાશિત કરવા જાહેર ખબરની પેનલ પરની અરજીના રીન્યુઅલ માટેની કાર્યવાહી કરવાના અવેજ પેટે સહાયક માહિતી નિયામક વર્ગ-2 આરોપી પરમાર કવસિંગ જાલાભાઈ અને જુનિયર કલાર્ક વર્ગ-3 સતિષ દયારામ જાદવે એકબીજાના મેળા પીપળામાં રૂપિયા 5.40 લાખની લાંચ માંગી હતી. આ પૈકીની અડધી રકમ રૂપિયા 2.70 લાખ રકમ પ્રથમ હપ્તા તરીકે માંગવામાં આવ્યા હતા. આ મામલે ACBમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેથી ACBની ટીમે છટકું ગોઠવી બન્ને આરોપીઓને નાનપુરા, બહુમાળી કંપાઉન્ડની બહાર આવેલ સ્વસ્તિક ઝેરોક્ષની દુકાન પસેથી લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર મામલે ACBની ટીમે બન્ને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે.

Advertisment