Connect Gujarat
સુરત 

સુરત : રાહુલ ગાંધી સેશન કોર્ટમાં રહેશે હાજર, કોંગ્રેસ દ્વારા સ્વાગત કરવામાં આવશે

X

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી વખતે મોદી અટક બાબતે ટીપ્પણી કરી હતી. આ ટીપ્પણીને લઇને તેમની સામે બદનક્ષીનો કેસ સુરતના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદીએ કર્યો હતો. જે સંદર્ભે આજે બપોરના સમયે રાહુલ ગાંધી સુરત ખાતે આવશે અને સુરતની સેશન કોર્ટમાં હાજર રહેશે. રાહુલ ગાંધીના આગમન પૂર્વે કોર્ટ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તો કોંગ્રેસના નેતાઓ પણ સુરત આવી પહોંચ્યાં છે. રાહુલ ગાંધીના એરપોર્ટથી લઈને કોર્ટ સુધીના રસ્તામાં સ્વાગત કરતાં બેનર લગાવવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં મુખ્ય બે સ્થળો પર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે. કોર્ટમાં હાજરી આપ્યા બાદ રાહુલ ગાંધી સાંજે 5 કલાકે દિલ્હી જવા રવાના થશે

Next Story
Share it