સુરત : ઘરઆંગણે રમી રહેલી ચાર વર્ષની બાળકીને ઉઠાવી જઈને નરાધમે આચર્યું દુષ્કર્મ

New Update
સુરત : ઘરઆંગણે રમી રહેલી ચાર વર્ષની બાળકીને ઉઠાવી જઈને નરાધમે આચર્યું દુષ્કર્મ

સુરતના સચિન GIDCમાં મંગળવારે ઘરઆંગણે રમી રહેલી ચાર વર્ષની બાળકીને ઉઠાવી જઈને એક નરાધમે દુષ્કર્મ આચાર્ય હતું. જોકે બાળકીને લઈને જઈ રહેલો આરોપી વિસ્તારમાં લાગેલા CCTVમાં થયો હતો અને તેની ઓળખ થતાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.

સુરતના સચિન GIDCના શ્રમ વિસ્તારની 4 વર્ષની બાળકી બે બાળક સાથે રમતાં રમતાં ઘરથી દૂર જતી રહી હતી. ઘરે પરત ન ફરતાં માતાએ શોધખોળ કરતાં બે બાળકે કહ્યું હતું કે બાળકીને એક અંકલ લઈ ગયા છે. માતાએ બપોરે દોઢ ક્લાકે સચિન GIDC પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે અપહરણ કરાયેલા એરિયાના સીસીટીવીની તપાસ કરતાં જેમાં એક વ્યકિત બાળકીને લઈ જતી દેખાય છે.

મોડી સાંજે બાળકી સચિન રામેશ્વર કોલોની પાસે ઇન્ડસ્ટ્રિયલ પાર્કની દીવાલ પાસે ઝાડી-ઝાખરામાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. પોલીસે બાળકીને તાત્કાલિક સિવિલમાં ખસેડી હતી. તેના મેડિકલ પરીક્ષણમાં ગળા અને પ્રાઇવેટ પાર્ટમાં ઈજાનાં નિશાનો મળ્યાં હતાં. બ્લિડિંગને પગલે તેના પર રેપ થયાનું બહાર આવ્યું હતું. હાલ બાળકીની તબિયત સુધારા પર છે. જોકે સીસીટીવીના આધારે આરોપીની ઓળખ કરી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.