/connect-gujarat/media/post_banners/dd4da0ebb43e38d4df1aeb678b4ee0a386fcc1866118251368c8fa9cbd3bc85d.jpg)
સુરત શહેરના પૂણા વિસ્તારના ભૈયાનગરમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. મજૂરીકામ અર્થે આવેલા બે હેવાને 5 વર્ષીય બાળકીનું અપહરણ કરી તેને પીંખી નાખીને મોતને ઘાટ ઉતારી હતી .
સુરત શહેરમાં સતત ક્રાઇમ રેટ વધી રહ્યો છે. ત્યારે વધુ એક માસૂમ બાળકી સાથે ગેરકૃત્ય થયું હોવાની ઘટના સામે આવી છે. સુરતના પુણા વિસ્તારમાં વહેલી સવારે પાર્કિંગ વિસ્તારમાંથી એક પાંચ વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ શરૂ કરતાં પાંચ વર્ષીય બાળકી શ્રમજીવી પરિવારની હોવાનું બહાર આવ્યું છે.
વધુમાં વાત કરીએ મૂળ મધ્યપ્રદેશનો વતની અને પુણાના ભૈયાનગરમાં મજૂરીકામ કરતા લલનસિંહ નામના આરોપીએ સૂતેલી બાળકીને ઉઠાવી જઈ અપહરણ કર્યું હતું. બાદમાં હત્યા કરી હોવાની પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી હતી. હાલ પોલીસે લલનસિંહ સાથે અન્ય કોણ આરોપી છે તેમજ બાળકીને શા માટે અપહરણ કરી હત્યા કરી તથા દુષ્કર્મ કર્યું છે કે કેમ એ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.