સુરત : રૂ. 5 કરોડની લૂંટ ચલાવનાર લૂંટારુઓ વલસાડથી ઝડપાયા

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં લૂમ્સના વૃદ્ધ કારખાનેદાર પોતાના બ્લેકના પૈસા વ્હાઈટ કરવા માટે ઘરેથી શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના બંને વચેટિયાઓને કારમાં લઈને જતા હતા,

New Update

રાંદેર વિસ્તારમાંથી થયેલી રૂ. 5 કરોડની લૂંટનો મામલો

લૂંટ ચલાવનાર 4 લૂંટારુની પોલીસ દ્વારા ધરપકડ કરાય

લૂંટની જાણ થતાં જ વલસાડ પોલીસે નાકાબંધી ગોઠવી

ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યા

લૂંટ મામલે સુરત પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાય

સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી રૂ. 5 કરોડની થયેલી લૂંટના મામલે પોલીસે 4 લૂંટારુઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં લૂમ્સના વૃદ્ધ કારખાનેદાર પોતાના બ્લેકના પૈસા વ્હાઈટ કરવા માટે ઘરેથી શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના બંને વચેટિયાઓને કારમાં લઈને જતા હતાત્યારે આ રૂપિયા આપવા માટે પોતાના બંગલાથી 100 મીટર દૂર ગયા હતા. આ રૂપિયાની સામે વૃદ્ધને RTGS મારફતે વ્હાઇટ એન્ટ્રી મળવાની હતી. પરંતુ MH-01-AV-2304 નંબરની ઇનોવા કારમાં આવેલા 2 શખ્સે કારમાંથી પૈસાના થેલા પોતાની કારમાં મુકી દીધા હતાઅને ત્યારબાદ વૃદ્ધની કારમાં બેઠેલા શ્રીકાંત અને શૈલેન્દ્રને પણ પોતાની કારમાં બળજબરીથી બેસાડી ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

સુરતમાં બનેલી લૂંટની ઘટનાની જાણ વલસાડ પોલીસની ટીમને મળતા વલસાડ જિલ્લાના તમામ મુખ્ય માર્ગો ઉપર નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી. જે દરમિયાન બાતમીવાળી કાર આવતા વલસાડ જિલ્લા પોલીસની ટીમે બગવાળા ટોલ નાકા પાસે પોલીસની નાકાબંધી જોઈને આરોપીઓ રોંગ સાઈડ ઉપર ભાગી ગયા હતા. જોકેવલસાડ LCB પોલીસની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી 45 મિનિટની અંદર જ 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. વલસાડ જિલ્લા પોલીસની ટીમે કાર4.55 કરોડ રોકડા અને આરોપીઓનો કબજો સુરત પોલીસને સોંપ્યો છેત્યારે હાલ તો સમગ્ર મામલે સુરત પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Latest Stories