પૂર્વ DEOની બોગસ સહીનું કૌભાંડ
25થી વધુ સ્કૂલના રેકોર્ડ સાથે ચેડાં
બોગસ સહીનો ઓર્ડર રજુ કરતા ભાંડો ફૂટ્યો
ઓર્ડર શંકાસ્પદ લાગતા ખરાઇ કરાઈ
સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ
સુરતમાં પૂર્વ DEOની બોગસ સહીથી કૌભાંડની આશંકા સામે આવી છે,જેમાં 25 સ્કૂલના રેકોર્ડ સાથે ચેડાં કરી કરોડોના કૌભાંડની શંકા સેવાઈ રહી છે.આ સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
સુરતમાં પૂર્વ DEOની બોગસ સહીઓથી 25થી વધુ સ્કૂલોના રેકોર્ડ સાથે ચેડાં કરીને કરોડોના કૌભાંડની આશંકા સેવાઈ રહી છે, ત્રાહિત વ્યક્તિ દ્વારા પૂર્વ શિક્ષણાધિકારીની બોગસ રીતે કરેલી સહી સાથેનો એક ઓર્ડર રજૂ કર્યો હતો અને આ ઓર્ડર શંકાસ્પદ લાગતા ખરાઈ કરવામાં આવી હતી, જેમાં સમગ્ર ભોપાળું બહાર આવ્યું છે, કચેરીમાં ફરજ બજાવતા ત્રણેક કર્મચારીઓની સંડોવણી હોવાની પણ શક્યતાઓ છે અને હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી હોવાની વાત સામે આવી છે.
સુરતમાં DEO કચેરીમાં મોટું કૌભાંડ બહાર આવે તો નવાઈ નહીં, કારણ કે પૂર્વ DEOની સહીથી કૌભાંડ આચરવામાં આવ્યું છે, બંધ ખાનગી સ્કૂલોની ફાઇલોનો દુરુપયોગ કરીને સ્કૂલોની માન્યતા માટે કરોડોની કમાણી કર્યાનો આક્ષેપ થયો છે, તો DEO કચેરીમાં ફરજ બજાવતા 3 કર્મચારીઓએ આ કૌભાંડ આચર્યું હોવાની શંકા સેવાઈ રહી છે.સાથે સાથે આ મામલે હાલના DEOએ તપાસ શરૂ કરી છે અને કૌંભાડ સામે આવશે તો પોલીસ ફરિયાદ પણ નોંધાઈ શકે છે.