/connect-gujarat/media/post_banners/f7a4883d06c2a1ae703b812e66064b62fffdbe4f84d7ea22259da252bd1e6650.jpg)
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ગૌતમ પાર્ક સોસાયટીમાં મહેસાણાના યુવાન સાથે લિવ ઇનમાં રહેતી નેપાળી મહિલાની ઘરમાં ઘૂસી ગળું કાપી ઘાતકી હત્યા તેના પતિએ જ કરી હોવાનો પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ગૌતમ પાર્ક સોસાયટી મકાન નંબર 158 ના પહેલા માળે મૂળ મહેસાણાના વતની પ્રકાશ પટેલ સાથે લીવ ઈન માં રહેતી મૂળ નેપાળની 30 વર્ષીય સ્નેહલતા બનવારીની ઘરમાં ઘૂસી ગળું કાપી ઘાતકી હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો.
લાલ દરવાજા ખાતે ઝેરોક્ષની દુકાન ધરાવતો પ્રકાશ રોજ બપોરે વિડીયો કોલ કરી મહિલા સાથે વાત કરતો હતો જોકે ગત બપોરે સ્નેહલતા એ ફોન નહિ ઉચકતા પડોશીને તપાસ કરવા મોકલ્યો ત્યારે તેની લાશ પાસે તેમની જ એક વર્ષની બાળકી ખુશી બેઠેલી હતી બનાવની જાણ થતાં દોડી ગયેલા ગયેલી કાપોદ્રા પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા પ્રકાશની જ ઉલટ તપાસ શરૂ કરી હતી જેમાં પ્રકાશે ગુનાની કબૂલાત કરી હતી. પત્ની અવારણવાર રૂપિયા માટે દબાણ કરતી હોય માનસિક ત્રાસથી કંટાળી તેની હત્યા કરી દીધી હતી અને પોલીસને ગુમરાહ કરવા તરકટ રચ્યું હતું.