સુરત :પુણા વિસ્તારમાં 80 વર્ષીય વૃદ્ધ સાસુને માર મારતી વહુનો વિડીયો વાયરલ થતા સામાજિક સંસ્થા મદદે પહોંચી

સુરતના પુણા વિસ્તારમાં આવેલી માતૃશક્તિ સોસાયટીમાં રહેતા એક પરિવારની વહુ દ્વારા 80 વર્ષીય સાસુને ઢસડી ઢસડીને માર મારવામાં આવતો હોવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે.

New Update
  • પુણા માતૃશક્તિ સોસાયટીની ઘટના

  • 80 વર્ષના વૃદ્ધાને વહુ મારતા હોય તેવો વીડિયો વાયરલ

  • ઘરના પેસેજમાં ઢસડીને મારતા હોય તેવા દ્રશ્યો

  • જાગૃત નાગરિકે વીડિયો ઉતાર્યો વિડીયો

  • મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાય કાર્યવાહી

Advertisment

સુરતના પુણા વિસ્તારમાં આવેલી માતૃશક્તિ સોસાયટીમાં રહેતા એક પરિવારની વહુ દ્વારા 80 વર્ષીય સાસુને ઢસડી ઢસડીને માર મારવામાં આવતો હોવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે. જાગૃત નાગરિક દ્વારા આ વીડિયો બનાવી વાયરલ કરાતા સામાજિક સંસ્થાએ પોલીસને સાથે રાખી વૃદ્ધાની મદદે પહોંચી હતી.

સુરતના પુણા વિસ્તારમાં આવેલી માતૃશક્તિ સોસાયટીનો એક વીડિયો સામે આવ્યો છે. વૃદ્ધા પર જ્યારે ત્રાસ ગુજારવામાં આવી રહ્યો હતો,ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા વીડિયો બનાવી વાયરલ કરવામાં આવતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. નાગરિક દ્વારા આ બાબતે મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ અને વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટને જાણકારી આપી હતી. ત્યારબાદ ટ્રસ્ટના હોદ્દેદાર ચેતના સાવલિયાએ પુણા પોલીસને જાણ કરી હતી.

જ્યારે સંસ્થાના હોદ્દેદારો અને પુણા પોલીસની ટીમ વૃદ્ધાનો કબજો લેવા માટે તેના ઘર પર પહોંચી ત્યારે તેમના પરિવારજનો દ્વારા કબજો સોંપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. જેથી સમગ્ર મામલો પુણા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ટ્રસ્ટ દ્વારા હાલ પોલીસ કાર્યવાહી કરી વૃદ્ધાને મુક્ત કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

 

Latest Stories