વ્હેલ માછલીની ઉલટી સાથે ઈસમની ધરપકડ
ભાવનગરનો ઈસમ સુરતમાંથી ઝડપાયો
SOGએ 5.72 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
ગુજરાત ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ તપાસ
ભારત સહિત ઘણા દેશોમાં વેપાર પર છે પ્રતિબંધ
સુરત SOGની ટીમે દરિયાનું તરતું સોનું તરીકે જાણીતી વ્હેલ માછલીની ઉલટી સાથે એક ઈસમની ધરપકડ કરી હતી. પોલીસે 5.72 કરોડનો એમ્બરગ્રીસનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
સુરત SOGની ટીમે વરાછાના હીરાબાગ સર્કલ ખાતેથી એક ઈસમની ધરપકડ કરી હતી,અને તેની પૂછપરછ બાદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.દરિયાનું તરતું સોનું તરીકે જાણીતી વ્હેલ માછલીની ઉલટી સાથે SOGએ શકમંદ ઈસમ વિપુલ બાંભણિયાની ધરપકડ કરી હતી. પોલીસે પ્લાસ્ટિક બેગની અંદર 5 કિલો 720 ગ્રામ વ્હેલ માછલીની ઉલટી કિંમત રૂપિયા 5.72 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે થોડા દિવસ પહેલા ભાવનગર દરિયા કિનારેથી વિપુલને આ વ્હેલ માછલીની ઉલટી મળી હતી.ત્યારબાદ તે ભાવનગરમાં અલગ અલગ જગ્યાએ આ ઉલટીનું વેચાણ કરવા માટે ફરતો હતો.SOG દ્વારા આરોપી વિપુલને ગુજરાત ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો છે.ભારત સહિત ઘણા દેશોમાં સદર વેપાર ગેરકાયદેસર હોય જેથી WILDLIFE PROTECTION ACT 1972 હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે.