સુરત :  માતાના પ્રેમીને દીકરાએ ગળાના ભાગે ચપ્પુના ઘા મારીને રહેંસી નાખતા ચકચાર

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચોંકાવનારી કરનાર ઘટના સામે આવી છે. એક પુત્રએ પોતાની જ માતાના પ્રેમીની હત્યા કરી નાખી હતી.પોલીસે હત્યા કરનાર યુવકની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.

New Update
  • ગોડાદરામાં ચોંકાવનારો હત્યાનો બનાવ

  • માતાના પ્રેમીની હત્યાની ઘટનાથી ચકચાર

  • પુત્રએ ગળાના ભાગે ચપ્પુ મારી ઘાતકી હત્યા કરી

  • માતાએ પુત્રને બચાવવા પોલીસને ગેરમાર્ગે દોડાવી

  • પોલીસે કરી હત્યારા પુત્રની ધરપકડ

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચોંકાવનારી કરનાર ઘટના સામે આવી છે. એક પુત્રએ પોતાની જ માતાના પ્રેમીની હત્યા કરી નાખી હતી.પોલીસે હત્યા કરનાર યુવકની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં વિશાલ નામના યુવકે પોતાની માતાના પ્રેમી રાજેન્દ્રની હત્યા કરી દીધી હતી. રાજેન્દ્ર અને વિશાલની માતા વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. આ સંબંધ વિશે વિશાલને ખબર પડી ગઈ હતી અને તે આ બાબતે ખુબ જ ગુસ્સામાં રહેતો હતો. આખરે ગુસ્સાનું પરિણામ એવું આવ્યું કે એક દિવસ વિશાલે રાજેન્દ્રને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.

વિશાલે રાજેન્દ્રને મળવા બોલાવ્યો અને પછી ગળાના ભાગે ચપ્પાથી ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં રાજેન્દ્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હત્યા કર્યા બાદમાતાએ પોતાના પુત્રને બચાવવા માટે પોલીસને ખોટી માહિતી પણ આપી હતી. માતાએ પોલીસને જણાવ્યું કે કોઈ અજાણ્યો શખ્સ આવીને રાજેન્દ્રની હત્યા કરી છે અને પછી ત્યાંથી ભાગી ગયો છે.પરંતુ પોલીસને શંકા જતા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પુત્ર વિશાલે આખો ભેદ ઉકેલી નાખ્યો અને કબૂલાત કરી કે તેણે જ પોતાની માતાના પ્રેમી રાજેન્દ્રની હત્યા કરી છે. અંતે પોલીસે વિશાલની ધરપકડ કરી લીધી છે અને હવે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Latest Stories