અડાજણના સબ રજીસ્ટ્રાર 2.50 લાખની લાંચ લેતા ઝડપાયા
ACBએ છટકું ગોઠવી મહેશકુમાર પરમારને ઝડપી પાડ્યો
જમીનના દસ્તાવેજ નોંધણી બાદ માંગી હતી લાંચ
દસ્તાવેજમાં વાંધો નહીં કાઢવાના ઓર્ડર પેટે માંગી લાંચ
ACBની સફળ ટ્રેપથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ
સુરતના અડાજણ સ્થિત સબ રજિસ્ટ્રાર કચેરી-8માં ફરજ બજાવતા વર્ગ-3ના કર્મચારી મહેશકુમાર રણજીતસિંહ પરમારને ACBએ 2.50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
સુરત અડાજણ સ્થિત સબ રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા સબ રજિસ્ટ્રાર મહેશ પરમારે જમીનના દસ્તાવેજ પર કોઈપણ વાંધો કાઢ્યા વિના તેને ક્લિયર કરી આપવાના બદલામાં 3 લાખની લાંચ માંગી હતી. ફરિયાદીએ અડાજણમાં ખેતીની જમીન ખરીદી હતી અને કાયદા મુજબ તમામ ફી ભરીને દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.દસ્તાવેજોમાં કાયદેસરનો કોઈ વાંધો ન હોવા છતાં, સબ-રજીસ્ટ્રાર કચેરીના આ કર્મચારીએ ઓર્ડર પસાર કરવાના બદલામાં ફરિયાદી પાસે 3 લાખની લાંચની માંગણી કરી હતી.ફરિયાદી સાથેની રકઝકના અંતે 2.50 લાખમાં સમાધાન થયું હતું. લાંચ આપવા ન માંગતા ફરિયાદીએ ACBનો સંપર્ક કરતા, પી.આઈ. આર.કે. સોલંકી, સુરત ગ્રામ્ય એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું.તારીખ 4 ઓક્ટોબર 2025ના રોજ, મહેશ પરમાર ફરિયાદી પાસેથી તેની ઓફિસમાં જ 2.50 લાખની રોકડ લાંચ સ્વીકારતા ACBના હાથે ઝડપાઈ ગયો હતો.આરોપી મહેશ પરમાર વિરુદ્ધ ગુનો નોંધીને ACBએ વધુ તપાસ શરૂ કરી છે.