Connect Gujarat
સુરત 

સુરત : તહેવારો પહેલા આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઇની દુકાનોમાં દરોડા

ખાણીપીણીના શોખીન સુરતીઓ તહેવારોમાં કરોડો રૂપિયાની મીઠાઇ આરોગતા હોય છે

X

રક્ષાબંધન અને જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ખાણીપીણીના શોખીન સુરતીઓ તહેવારોમાં કરોડો રૂપિયાની મીઠાઇ આરોગતા હોય છે, ત્યારે આ દરમિયાન મીઠાઇઓ સ્વાસ્થ્ય માટે જોખમકારક પુરવાર થતી હોય છે. તેવામાં વિવિધ વિસ્તારોની મીઠાઇની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મીઠાઇની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. રક્ષાબંધન સહિતના તહેવારો પહેલા આ પ્રકારે આરોગ્ય વિભાગ દ્વારા ડ્રાઇવ હાથ ધરવામાં આવે છે. કારણે કે, રૂપિયા કમાવી લેવાની લહાયમાં મીઠાઇના વેપારીઓ ઘણી વખત અખાદ્ય માવાનો ઉપયોગ કરીને મીઠાઈ બનાવતા હોય છે. જે ગ્રાહકોના આરોગ્ય માટે નુકશાનકારક પુરવાર થાય છે.

આરોગ્ય ડેપ્યુટી કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા તહેવારો પહેલા દર વર્ષે મીઠાઇના દુકાનોમાંથી સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે છે. જેના ભાગરૂપે મીઠાઇની દુકાનમાંથી મીઠાઇના સેમ્પલો લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. મીઠાઇમાં વપરાતા માવા કે, અન્ય વસ્તુઓની ગુણવત્તા યોગ્ય છે કે, કેમ તે સમયસર તેની તપાસ થઈ જાય છે, ત્યારે રિપોર્ટમાં અખાદ્ય વસ્તુઓ પ્રમાણમાં મળી આવે તો તેવા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

Next Story