Connect Gujarat
સુરત 

સુરત : ઉધનાના પટેલનગરમાં લુખ્ખાઓનો આતંક, વાહનોમાં કરાય તોડફોડ

ઉધનાના પટેલનગરમાં મારક હથિયારો સાથે ઘુસી આવેલાં લુખ્ખાઓએ વાહનોમાં તોડફોડ કરી હતી

X

સુરતમાં અસામાજીક તત્વો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહયાં છે. ઉધનાના પટેલનગરમાં મારક હથિયારો સાથે ઘુસી આવેલાં લુખ્ખાઓએ વાહનોમાં તોડફોડ કરી હતી. સુરતના ઉધના વિસ્તારમાં અસામાજીક તત્વોના વધી રહેલાં આતંકથી લોકોમાં ભયની સાથે પોલીસ પ્રતિ રોષ જોવા મળી રહયો છે. પટેલ નગરમાં રાત્રિના સમયે હુમલાખોરોએ તલવારો અને હથિયારો સાથે એક મકાન પર તલવારના ઘા ઝીંક્યાં હતાં. આટલેથી નહિ અટકતાં હુમલાખોરોએ પાર્ક કરેલાં વાહનોમાં તોડફોડ કરી હતી. ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ પેદા થયો છે.સ્થાનિકોએ જણાવ્યું હતું કે, પટેલનગરના લોકોમાં પોતાનો ભય ઉભો કરવાના પ્રયાસ સાથે હુમલો કરાયો હોય તેમ લાગી રહયું છે. બીજી તરફ ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ પોલીસની ઉંઘ ઉડી ગઈ છે. ઘટના પટેલ નગર પોલીસ ચોકીની નજીકની હોવા છતાં હુમલાખોરો સામે કોઈ કાર્યવાહી ન કરાતાં સ્થાનિકોએ પોલીસ કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યાં છે.

Next Story