-
મનપા દ્વારા મેગા ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું
-
ગેરકાયદે બાંધકામ કરનાર સામે તંત્ર દ્વારા લાલ આંખ કરાય
-
કતારગામ, પાલ સહિત અડાજણ વિસ્તારમાં કાર્યવાહી કરાય
-
અનેક અવેધ બાંધકામને JCBની મદદથી ઉતારી લેવાયા
-
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવેધ બાંધકામો કરનાર સામે લાલ આંખ કરવામાં આવી હતી, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
સુરત શહેર તથા જીલ્લામાં ગેરકાયદેસરના બાંધકામો સામે વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. સુરત કલેકટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના આદેશ અનુસાર, મેગા ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સરકારી જમીન ઉપર મંજૂરી વિના ઉભા કરવામાં આવેલા અવેધ બાંધકામને JCBની મદદથી ઉતારી લેવામાં આવ્યા હતા. શહેરના કતારગામ, પાલ સહિત અડાજણ વિસ્તારમાં મામલદાર સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના વિકાસ માટે સરકારી જમીન પર થયેલા દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.