ડાયમંડ હોસ્પિટલમાં 24 બાળકોનો જન્મ
ધનતેરસના દિવસે થયો 24 બાળકોનો જન્મ
13 દીકરી અને 11 દીકરાઓનો જન્મ થયો
ડાયમંડ હોસ્પિટલ બાળકોની કિલકિલાટથી ગુંજી ઉઠી
તમામ બાળકો અને માતાઓનું સ્વાસ્થ્ય નિરોગી
સુરતમાં ડાયમંડ એસોસિએશન ટ્રસ્ટ સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં ધનતેરસના પાવન દિવસે 24 બાળકોનો જન્મ થયો હતો,જેના કારણે હોસ્પિટલનું વાતાવરણ ધુલકા ફૂલોની કિલકિલાટથી ગુંજી ઉઠ્યું હતું.
સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં તારીખ 18 ઓક્ટોબર 2025ના રોજ એક જ દિવસમાં કુલ 24 ડીલીવરી થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોના કિલકિલાટથી ગુંજી ઉઠ્યું હતું. આ 24 જન્મેલા બાળકોમાં 13 દીકરી અને 11 દીકરાનો સમાવેશ થાય છે.તમામ બાળકો અને માતાઓનું સ્વાસ્થ્ય તંદુરસ્ત અને નિરોગી હોવાનું હોસ્પિટલના ડોક્ટર દ્વારા જણાવામાં આવ્યું હતું.