New Update
સુરતની મહિલા બની દુષ્કર્મનો શિકાર
ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે આપ્યો દુષ્કર્મને અંજામ
પુત્રને મારી નાખવાની ધમકી આપી ચાલુ બસમાં જ દુષ્કર્મ આચર્યું
લાઠીથી મારુતિ નંદન ટ્રાવેલ્સની બસમાં મહિલા સુરત પરત ફરી રહી હતી
મહિલાની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી
અમરેલી જિલ્લાના લાઠી થી સુરત આવવા માટે ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરતી મહિલા દુષ્કર્મનો શિકાર બની હતી,બસના ચાલકે મહિલાના બાળકને મારી નાખવાની ધમકી આપીને પોતાની હવસ સંતોષી હોવા અંગેની ફરિયાદ પોલીસ મથકમાં નોંધવામાં આવી છે.
સુરત શહેરના પર્વત પાટીયા વિસ્તારમાં રહેતી મહિલા પોતાના સાત વર્ષના પુત્ર સાથે અમરેલી જિલ્લાના લાઠી ખાતેથી મારૂતિનંદન ટ્રાવેલ્સની બસમાં સુરત પરત આવી રહી હતી,જોકે બસ ચાલક દ્વારા મહિલાને તેના પુત્રને મારી નાખવાની ધમકી આપીને ચાલુ બસે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું,જે ઘટના અંગે ભોગ બનનાર મહિલાએ કાપોદ્રા પોલીસ મથકમાં ખાનગી બસના ચાલક સામે પોલીસ ફરિયાદ દર્જ કરાવી હતી,અને જણાવ્યું હતું કે સુરત થી લાઠી જતી વખતે બસની ટિકિટ પર લખેલા મારા મોબાઈલ નંબર પર બસનો ચાલક વારંવાર ફોન કરીને હેરાનગતિ કરતો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું.પોલીસે મહિલાની ફરિયાદને આધારે બસ ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
Latest Stories