સુરત : 201 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને પારસી પરિવારને આપેલી પાઘડીના ભાઇબીજે દર્શનનો અનેરો મહિમા...

201 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ દ્વારા સુરતના સૈયદપુરા વિસ્તારમાં રહેતા પારસી વાડિયા પરિવારને ભેટમાં પાઘડી આપવામાં આવી હતી

New Update
  • 201 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ આવ્યા હતા સુરત

  • પારસી અરદેશર કોટવાળની સેવાથી ખુશ થયા હતા ભગવાન

  • ભગવાને શ્રીફળ અને પોતાની પાઘ કોટવાળને ભેટમાં આપી

  • ભગવાનની પાઘ તેમનું માથું હોય તે રીતે કરવામાં આવતું જતન

  • દરવર્ષે ભાઈબીજના દિવસે ભગવાનની પાઘના દર્શનનો મહિમા

201 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ દ્વારા સુરતના સૈયદપુરા વિસ્તારમાં રહેતા પારસી વાડિયા પરિવારને ભેટમાં પાઘડી આપવામાં આવી હતીત્યારે દર વર્ષે ભાઈબીજના દિવસે આ પાઘડીના દર્શનનો શ્રદ્ધાળુઓમાં અનેરો મહિમા રહ્યો છે.

ઇ.સ. 1881માં સુરત ખાતે પધારેલા સ્વામિનારાયણ ભગવાને તે વખતે પારસી કોટવાળ અરદેશરને પોતાની પાઘડી અને શ્રીફળ આપ્યા હતા. જે આજે 201 વર્ષે પણ પારસી પરિવાર પાસે છેઅને તેનું જીવની જેમ જતન કરે છે. ભગવાનનું માથું પોતાની પાસે હોવાનું માનતા આ પારસી પરિવાર પ્રેમથી પાઘના દર્શન સૌ કોઈને કરાવે છે. એક ધાર્મિક આસ્થા પ્રમાણે આ પાઘડી કોઈ સામાન્ય નહીં પણ સદીઓ પૂર્વે સ્વામીનારાયણ ભગવાને ધારણ કરી હતી તે છે. 201 વર્ષ પૂર્વે  સ્વામીનારાયણ ભગવાન સુરત આવ્યા હતા. સુરતમાં થોડા દિવસો રોકાયા બાદ અરદેશર કોટવાળની સેવાથી ખુશ થયેલા ભગવાને સંવંત 1881ના માગશર સુદ ત્રીજે પરત જતા અગાઉ કોટવાળને શ્રીફળ અને પોતાની પાઘ ભેટમાં આપી હતીત્યારથી આ પાઘડીને સુરતમાં આજદિન સુધી સેવા કરી સાચવામાં આવી છે.

પ્રકાશના પર્વ દિવાળી બાદ આવતા પાવન પર્વ ભાઈબીજના દિવસે સુરત શહેરમાં એક એવી અલૌકિક ધાર્મિક ઘટના આકાર પામે છેજે હિન્દુ અને પારસી ધર્મ વચ્ચેના અનોખા અને અખંડ પ્રેમનો પુરાવો છે. જોકેહયાત ત્રીજી પેઢી તેમના જીવની જેમ પાઘડીનું જતન કરી રહી છે. મૂળ આ પરિવાર પારસી કોમ્યુનીટીનું છે. છતાં તેઓ વર્ષોથી પોતાના ધર્મ સાથે સ્વામિનારાયણ ધર્મને અપનાવ્યો છેત્યારે સૈયદપુરા વિસ્તારમાં રહેતા વાડિયા પરિવારે પાઘ માટે અલાયદો રૂમ બનાવ્યો છે. જેમાં નુકશાન ન પહોંચે તે રીતે લાકડાની પેટીમાં પાઘને સાચવી રાખી છેઅને દર વર્ષે ભાઈબીજના દિવસે પાઘના દર્શન કરાવે છે. આ સાથે પોતે પણ રોજ સવારે પાઘની પૂજા કરે છે. પારસી પરિવારના સભ્યો શ્રીજી ભગવાનની પાઘને તેમનું માથું હોય તે રીતે જતન કરે છે. એટલું જ નહીંશ્રીજીની કંઠી બાંધવાની સાથે પારસી ધર્મની જનોઈ પણ ધારણ કરે છે.

Latest Stories