સુરત : સુરભી ડેરીમાંથી જપ્ત કરાયેલ પનીરનો જથ્થો નકલી હોવાનું સામે આવ્યું, પૃથ્થકરણમાં થયો ખુલાસો...

સુરત શહેરના ખટોદરા અને ઓલપાડ વિસ્તારની સુરભી ડેરીમાંથી આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ પનીરના નમૂના પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

New Update
  • ખટોદરા-ઓલપાડમાં આરોગ્ય વિભાગ અને પોલીસના દરોડા

  • સુરભી ડેરીમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો કરાયો હતો જપ્ત

  • બટરદૂધતેલએસિડ સહિત રૂ. 3 લાખનો મુદ્દામાલ જપ્ત

  • પોલીસ દ્વારા ડેરી સંચાલક કૌશિક પટેલની ધરપકડ કરાય

  • શંકાસ્પદ પનીરના નમૂના પૃથ્થકરણ અર્થે લેબમાં મોકલાયા

  • રિપોર્ટમાં સુરભી ડેરીનું પનીર નકલી હોવાનું સામે આવ્યું

સુરત શહેરના ખટોદરા અને ઓલપાડ વિસ્તારની સુરભી ડેરીમાંથી આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ પનીરના નમૂના પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જે રિપોર્ટમાં સુરભી ડેરીનું પનીર નકલી હોવાનું સામે આવ્યું છેત્યારે હાલ તો પોલીસે સુરભિ ડેરીના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતરમાં જ સુરત શહેરના ખટોદરા અને ઓલપાડ વિસ્તારની સુરભી ડેરીમાંથી આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. બાતમીના આધારે SOG પોલીસફૂડ સેફ્ટી ઓફિસર અને ઓલપાડ પોલીસ કાફલાએ ઓલપાડ તાલુકાના સાયણ ખાતે શેખપુર ફાટકની બાજુમાં આવેલ લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર 12અને 3 પર દરોડા પાડ્યા હતા. જે 'સુરભિ ડેરી'નું મુખ્ય મેન્યુફેક્ચરિંગ યુનિટ હતુંજ્યાં આ ધીમા ઝેરનું ઉત્પાદન થતું હતું. ફેક્ટરી પર દરોડા સમયેડેરીના ભાગીદાર અને મુખ્ય સંચાલક કૌશિક વલ્લભ પટેલ હાજર મળ્યા હતા.

અહીંનું દ્રશ્ય જોતાં ફેક્ટરીમાંથી નકલી પનીર બનાવવા માટે વપરાતી સામગ્રી અને અન્ય શંકાસ્પદ ડેરી ઉત્પાદનોનો મોટો જથ્થો મળ્યો હતો. પોલીસે ખટોદરા અને સાયણના બન્ને યુનિટથી રૂ. 3 લાખથી વધુની મતાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નકલી પનીર મળી આવતા પોલીસે સુરભી ડેરીના સંચાલક શૈલેષ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. આ લોકો રોજનું સુરતમાં એક હજાર કિલો નકલી પનીરનૈયું વેંચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હતા. તો બીજી તરફશંકાસ્પદ પનીરના જથ્થામાંથી નમૂના મેળવી પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જે રિપોર્ટમાં સુરભી ડેરીનું પનીર નકલી હોવાનું સામે આવ્યું છેત્યારે હાલ તો પોલીસે સુરભિ ડેરીના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories