/connect-gujarat/media/post_banners/266a02fd989947acd30c73d531f12d2b68753fa8b1b4fb98208c4104521fa11e.jpg)
સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના સંપર્કમાં રહેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ પાકિસ્તાનમાં એક વ્યક્તિને ભારતીય સેના વિશે માહિતી આપતો હતો, અને તેના બદલામાં મોટી રકમ પણ મેળવતો હતો.
મળતી માહિતી અનુસાર, સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ યોગેશ્વર પાર્કમાં રહેતા દીપક સાલુંકે નામના વ્યક્તિની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તે લાંબા સમયથી પાકિસ્તાની એજન્સી ISIના સંપર્કમાં હતો. ભારતીય સેનાના સંવેદનશીલ દસ્તાવેજો પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISIને આપવાના આરોપમાં સુરત પોલીસે દીપક સાલુંકે નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, દીપકનો સંપર્ક હમીદ નામના વ્યક્તિએ કર્યો હતો. ભારતીય સેના સંબંધિત માહિતી માંગવામાં આવી હતી, માહિતી આપવાના બદલે 75 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. દીપક પાસેથી ભારતીય સિમકાર્ડ પણ મંગાવવામાં આવ્યા હતા. ભારતીય સેના સંબંધિત અત્યંત સંવેદનશીલ ગુપ્ત માહિતી શેર કરવા બદલ તેના વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.