સુરત : આવી રીતે થઈ હતી ગ્રીષ્માની હત્યા, જુઓ પોલીસે કેવી રીતે કર્યું ઘટનાનું રીકન્ટ્રક્શન…

પાસોદરા વિસ્તારમાં થયેલી ગ્રીષ્મા વેકરિયાની ચકચારી હત્યાથી સૌકોઈ રોષ વરસાવી રહ્યા છે.

New Update
સુરત : આવી રીતે થઈ હતી ગ્રીષ્માની હત્યા, જુઓ પોલીસે કેવી રીતે કર્યું ઘટનાનું રીકન્ટ્રક્શન…

સુરત શહેરના પાસોદરા વિસ્તારમાં થયેલી ગ્રીષ્મા વેકરિયાની ચકચારી હત્યાથી સૌકોઈ રોષ વરસાવી રહ્યા છે. હાલ હત્યાનો આરોપી ફેનિલ પોલીસની પકડમાં છે, ત્યારે કામરેજ પોલીસ સહિત SITની ટીમે આરોપી ફેનિલને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્ટ્રક્શન કર્યું હતું.

સુરતના પાસોદરા વિસ્તારમાં કંપારી છૂટી જાય તેવી ઘટના બનવા પામી હતી. એક તરફી પ્રેમમાં આંધળા બનેલા ફેનિલે જાહેરમાં ગળું કાપીને ગ્રીષ્માની હત્યા કરી નાખી હતી. આ ઘટના સામે આવતા જ ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાતો સાથે લોકોમાં રોષ જોવા મળ્યો છે. આ બનાવની ગંભીરતા દાખવી રેન્જ આઈજી દ્વારા સીટની રચના કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ડિજિટલ એવિડન્સ કલેક્ટ કરવામાં આવ્યા છે, તેમજ ફોરેન્સિક વિભાગની મદદથી તપાસ કરવામાં આવી રહી છે,

ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હત્યારા ફેનિલ ગોયાણીને સાથે રાખીને ઘટનાનું રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ હત્યારા ફેનિલને તેના મિત્રના કપલ બોક્ષ કાફે પર લઈ જવાયો હતો. ત્યારબાદ ગ્રીષ્મા વેકરીયાના ઘરની બહાર કે, જ્યાં ફેનિલે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો, ત્યાં સ્થળ પર રીકન્ટ્રક્શન કર્યું હતું. એસપી, ડીવાયએસપી, આઈપી, એસઆઈ તેમજ LCB આને SOG સહીતનો પોલીસ કાફલો ઉપસ્થિત રહ્યો હતો, ત્યારે હાલ તો આરોપી ફેનિલને કામરેજ પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે.

Latest Stories