સુરત: આ મંત્રીએ શાળાના શૌચાલયની જાતે કરી સફાય, જુઓ શું છે સમગ્ર મામલો..

મંત્રી પ્રફુલ પાનસેરિયા એ ડુંગરા ગામની પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતથી ગ્રામજનો તેમજ શાળાના શિક્ષક પણ ચોંકી ગયા હતા

New Update
સુરત: આ મંત્રીએ શાળાના શૌચાલયની જાતે કરી સફાય, જુઓ શું છે સમગ્ર મામલો..

રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયાનું એક ઉમદા કાર્ય સામે આવ્યું છે તેઓએ શાળાના શૌચાલયમાં ગંદકી દેખાતા તેઓએ હાથમાં પાણીનો પાઇપ અને સાવરણો પકડી શૌચાલયની સાફ સફાઈ કરી હતી સુરતના કામરેજના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ શુક્રવારના રોજ પોતાના મત વિસ્તારમાં ફર્યા હતા અને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કાર્યક્રમો પૂર્ણ થતા ડુંગરા ગામની પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લીધી હતી.મંત્રી પ્રફુલ પાનસેરિયાની આકસ્મિક મુલાકાતને લઈને ગ્રામજનો તેમજ શાળાના શિક્ષક પણ ચોંકી ગયા હતા.મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શાળાના બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો.શિક્ષણની વિવિધ બાબતે ચર્ચાઓ કરી હતી.શાળાના ઓરડાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું,તેમજ શિક્ષકોની રજૂઆતો સાંભળી હતી

.આકસ્મિક મુલાકાતે આવેલા ધારાસભ્યએ શાળાનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને શાળાના શૌચાલયમાં ગંદકી દેખાતા તેઓએ હાથમાં પાણીનો પાઇપ અને સાવરણો પકડી શૌચાલયની સાફ સફાઈ કરી હતી તેમજ શાળાના પટાંગણમાં કચરુ પણ વીણ્યું હતું,

Latest Stories