સુરત : કાર સાથે ત્રણ સવારી યુવાનોની સ્પોર્ટ્સ બાઇક ધડાકાભેર અથડાય, યુવક ફૂટબોલની માફક ઉછળીને રોડ પર પટકાયો

સુરતમાં અડાજણ વિસ્તારમાં ત્રણ સવારી સ્પોર્ટ્સ બાઈક પર ફૂલ સ્પીડમાં જઈ રહેલા યુવકો કાર સાથે ધડાકાભેર અથડાયા હતા.અને એક યુવક ફૂટબોલની માફક હવામાં ઉછળીને રોડ પર પટકાયો હતો.

New Update
  • સ્પોર્ટ્સ બાઈક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત

  • ત્રણ યુવકો સ્પોર્ટ્સ બાઈક પર હતા સવાર

  • બેલગામ રફ્તાર બાઈક કાર સાથે ભટકાય

  • યુવક ફૂટબોલની માફક ઉછળીને રોડ પર પટકાયો

  • ત્રણેય ઈજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે ખસેડાયા 

  • અડાજણ પોલીસે શરૂ કરી તપાસ

  • ઘટનાના CCTV ફૂટેજ આવ્યા બહાર

સુરતમાં અડાજણ વિસ્તારમાં ત્રણ સવારી સ્પોર્ટ્સ બાઈક પર ફૂલ સ્પીડમાં જઈ રહેલા યુવકો કાર સાથે ધડાકાભેર અથડાયા હતા.અને એક યુવક ફૂટબોલની માફક હવામાં ઉછળીને રોડ પર પટકાયો હતો. અને ઈજાગ્રસ્ત ત્રણ યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં ભૂલકા વિહાર શાળા પાસે મળસ્કે 3 વાગ્યે ભયંકર અકસ્માત સર્જાયો હતો.સ્પોર્ટ્સ બાઇક પર ત્રણ યુવકો સવાર થઈને બેલગામ ફૂલ સ્પીડમાં પસાર થઇ રહ્યા હતા,અને રોડ ક્રોસ કરતી કાર સાથે ધડાકાભેર અથડાયા હતા.આ અકસ્માતમાં બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.બાઈક પરથી એક યુવક ફૂટબોલની માફક ઉછળીને રોડ પર પટકાયો હતો,સર્જાયેલા અકસ્માતમાં ત્રણ યુવકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ બહાર આવ્યા હતા.અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા.અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા.અકસ્માત અંગે અડાજણ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

સ્મીમેર હોસ્પિટલ માંથી મળતી માહિતી પ્રમાણેનાનપુરા વિસ્તારમાં 18 વર્ષીય અંતિમ જ્ઞાનદાસ ગુપ્તા પરિવાર સાથે રહે છે. પરિવારમાં માતા પિતા ત્રણ ભાઈ અને બહેન છે. અંતિમ કૃષિ બજારમાં પટાવાળાનું કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યો છે. અંતિમ અને તેના બે મિત્રો આજે વહેલી સવારે ત્રણ વાગ્યે મિત્રની સ્પોર્ટ્સ બાઈક લઈને ચા પીવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બાઈક અંતિમ ગુપ્તા ચલાવી રહ્યો હતો અને 20 ફૂટ દૂર ફંગોળાઈ જતા ઈજાગ્રસ્ત થયો હતો.

Latest Stories