સચિન ચેકપોસ્ટ પાસે ટ્રક-ટેમ્પો વચ્ચે ટક્કર
ટેમ્પો પલટી જતા મહિલાનું કરૂણ મોત
14 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા
પલાસણામાં કથામાંથી પરત ફરતી વેળા સર્જાયો અકસ્માત
પોલીસે અકસ્માત અંગે શરૂ કરી તપાસ
સુરતના સચિન ચેકપોસ્ટ પાસે ટ્રક અને ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.સર્જાયેલા આ અકસ્માતમાં એક મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું.જ્યારે 14 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
સુરતના સચિન ચેકપોસ્ટ પાસે ટ્રક અને ટેમ્પો વચ્ચે ટક્કર થઈ હતી,સર્જાયેલા અકસ્માતમાં 27 વર્ષીય નીરૂબેન રાજેશભાઈ પ્રજાપતિનું ગંભીર ઈજાઓના પગલે કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ટેમ્પોમાં સવાર 14 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળ્યા મુજબ પલસાણામાં કથામાંથી ટેમ્પોમાં સવાર થઈને પરત ફરીથી વેળાએ અકસ્માત સર્જાયો હતો.ઘટના અંગે સચિન પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.