સુરતમાં તોડબાજ બે પત્રકાર ઝડપાયા
ઉધનામાં ફેક્ટરી માલિક પાસે કર્યો હતો તોડ
પત્રકારની ઓળખ આપી બે ઇસમો આવ્યા હતા
બાળમજૂરી કરતા હોવાની આપી હતી ધમકી
પોલીસે બે કથિત પત્રકારની કરી ધરપકડ
સુરતના ઉધનામાં એક ફેકટરીના માલિકને બાળક મજૂરી કરાવતા હોવાની ધાકધમકી આપી રૂપિયા 5100નો તોડ કરનાર બે કથિત પત્રકારની પોલીસે ધરપકડ કરી હતી.
સુરતના ઉધના વિસ્તારમાં આવેલ એક ફેકટરીમાં કામ કરતી મહિલા પોતાના બાળકોને સાથે કંપનીમાં લઇ ગઈ હતી,આ સમયે બે પત્રકારો ધસી આવ્યા હતા,અને બાળકોનો વીડિયો ઉતારીને ફેક્ટરી માલિકને બાળ મજૂરી અંગેના ન્યુઝ પબ્લિશ કરીને બદનામ કરવાની ધાકધમકી આપી હતી.અને ન્યુઝ ચેનલમાં સમાચાર પબ્લિશ ન કરવા માટે રૂપિયા 5100ની માંગણી કરી હતી. જે ફેક્ટરી માલિકે તોડબાજ પત્રકારને બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપ્યા હતા.જોકે ફેક્ટરી માલિકને આ ઘટનામાં કંઈક અજુગતું લાગતા તેઓએ પોલીસનો સંર્પક કરીને ઉધના પોલીસ સ્ટેશનમાં ખંડણી અંગેની ફરિયાદ દર્જ કરાવી હતી.જેના આધારે પોલીસે સુરજસિંઘ વિરેન્દ્રસિંહ રાજપૂત અને મનોજસિંહ પવન રવિશંકર શર્માને ઝડપી પાડ્યા હતા.તેમજ બંને પાસેથી ન્યૂઝ ચેનલના બે પરિચય પત્ર તેમજ માઇક આઇડી કબજે કરી બંનેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી.